________________
ગુણાનુરાગ કુલકમ્ पासत्थाइसु अहुणा, संजमसिढिलेसु मुक्कजोगेसु । नो गरिहा कायव्वा, नेव पसंसा सहामज्झे ।।२३।। काउण तेसु करुणं, जइ मन्नइ तो पयासए मग्गं । अह रुसइ तो नियमा, न तेसिं दोसं पयासेइ ।।२४।। संपइ दूसमसमए, दीसइ थोवो वि जस्स धम्मगुणो । बहुमाणो कायव्वो, तस्स सया धम्मबुद्धीए ।।२५।। जउ परगच्छि सगच्छे, जे संविग्गा बहुस्सुया मुणिणो । तेसिं गुणाणुरायं, मा मुंचसु मच्छरप्पहओ ।।२६।। गुणरयण-मंडियाणं, बहुमाणं जो करेइ सुद्धमणो । सुलहा अन्नभवंमि य, तस्स गुणा हुंति नियमेणं ।।२७।। एयं गुणाणुरायं, सम्मं जो धरइ धरणि मज्झम्मि । सिरिसोमसुंदरपयं, सो पावइ सव्वनमणिज्जं ।।२८।।
વળી વર્તમાનમાં સંયમ પાળવામાં ઢીલા પડેલા એવા જ્ઞાનાદિ ગુણસાધક ક્રિયાથી હીન પાર્થસ્થા વગેરે યતિવેશધારી જનોની, સભામાં નિંદા કરવી નહિ અને પ્રશંસા પણ કરવી નહિ. ||૩|
તેઓ ઉપર કરુણા લાવીને જો તેઓ માને તેમ હોય તો સાચો રસ્તો બતાવવો અને તેમ કરતાં તેઓ ગુસ્સે થાય તો પણ ક્યારેય તેમના દોષ તો નહિ જ પ્રકાશવા. ર૪ ||
આજના વિષમ કાળમાં જેનામાં થોડો પણ ધર્મરૂપ ગુણ દેખવામાં આવે તેનું હંમેશાં ધર્મ બુદ્ધિથી બહુમાન કરવું. | ર૫TI
પરાયા ગચ્છમાં હોય કે પોતાના ગચ્છમાં હોય પણ જે વૈરાગ્યવાન અને જ્ઞાની મુનિઓ હોય તેમના પ્રત્યે મત્સર રાખીને ગુણાનુરાગ મૂકીશ નહિ. ( ર૬ /
ગુણરૂપી રત્નોથી ભૂષિત એવા ગુણી પુરુષોનું જે શુદ્ધ મનથી બહુમાન કરે છે, તેને આગામી ભવમાં તે તે ગુણો નિયમા સુલભ થાય છે. ||૨૭/
આ પૃથ્વીમાં જે પુરુષ ઉપરોક્ત ગુણાનુરાગને સારી રીતે ધારણ કરે છે, તે પુરુષ શ્રી સોમસુંદર-અર્થાત્ સુશોભિત ચન્દ્ર સમાન અને સર્વને નમસ્કરણીય (તીર્થકરપદ૨૫) સુંદર સ્થાન પામે છે. રિ૮ ||