________________
શ્રી કુલક સમુચ્ચય
त्वङ्मांसमेदोऽस्थिपुरीषमूत्र - पूर्णेऽनुरागः कुणपे कथं ते ? |
दृष्टा च वक्ता च विवेकरूप-स्त्वमेव साक्षात् किमु मुह्यसीत्थम् ? ।। ६ ।। धनं न केषां निधनं गतं वै ? दरिद्रिण : के धनिनो न दृष्टा: ? दुःखैकहेतौ हि धनेऽतितृष्णां, त्यक्त्वा सुखी स्यादिति मे विचार: ।।७।।
.
संसारदुःखान्न परोऽस्ति रोग:, सम्यग्विचारात् परमौषधं न । તદ્રોવુ: સ્વસ્થ વિનાશનાય, સ∞ાસ્રતોયંયિતે વિચાર: ।।૮।। अनित्यताया यदि चेत् प्रतीति- स्तत्त्वस्य निष्ठा च गुरुप्रसादात् । सुखी हि सर्वत्र जने वने च, नो चेद्वने चाथ जनेषु दुःखी ।। ९ ।। मोहान्धकारे भ्रमतीह तावत्, संसारदुःखैश्च कदर्थ्यमानः । यावद्विवेकार्कमहोदयेन, यथास्थितं पश्यति नात्मरूपम् ।। १० ।।
૧૨૬
ચામડી, માંસ, મેદ, હાડકા, ઝાડો, પેશાબ આદિથી પરિપૂર્ણ શરીરમાં તને (સાધકને) અનુરાગ કેમ હોઇ શકે ?
તું જ દ્રષ્ટા છે અને વક્તા છે, વિવેકપૂર્ણ તું છે. તું શા માટે પરમાં મુંઝાય છે ? ||૬||
ધન કોનું નષ્ટ નથી થયું ? અને ઘનિકોને દરિદ્ર થતાં કોણે નથી જોયા ? દુ:ખના એક હેતુ રુપ ધનમાં અતિ તૃષ્ણાને છોડીને તું સુખી થા, (હે સાધક !) એવો મારો વિચાર છે. ।।૭।।
સંસારના દુઃખો કરતાં ચઢિયાતો કોઇ રોગ નથી અને સમ્યગ્ વિચાર કરતાં શ્રેષ્ઠ કોઇ ઔષધ નથી. તેથી સંસાર રુપી રોગ અને દુઃખના વિનાશ માટે સમ્યગ્ શાસ્ત્ર વડે વિચાર કરાય છે. ।।૮।।
અનિત્યતાની જો પ્રતીતિ છે અને તત્ત્વની નિષ્ઠા ગુરુ પ્રસાદથી મળેલ છે, તો સાધક ગામમાં ને જંગલમાં સુખી છે...નહિતર, તે ક્યાંય સુખી ન રહી શકે. ।।૯।। સંસારના દુઃખોથી પીડિત વ્યક્તિ મોહના અંધકારમાં ત્યાં સુધી ભમે છે, જ્યાં સુધી વિવેક રુપી સૂર્યના ઉદય વડે યથાસ્થિત આત્મરુપને તે ન જુએ. ।।૧૦ ||