________________
૧૨૭
શ્રી હૃદયપ્રદીપ ષત્રિશિકા अर्थो ह्यनर्थो बहुधा मतोऽयम्, स्त्रीणां चरित्राणि शवोपमानि । विषेण तुल्या विषयाश्च तेषां, येषां हृदि स्वात्मलयानुभूतिः ।।११।। कार्यं च किं ते परदोषदृष्ट्या, कार्यं च किं ते परचिन्तया च । वृथा कथं खिद्यसि बालबुद्धे ! कुरु स्वकार्यं त्यज सर्वमन्यत् ।।१२।। यस्मिन् कृते कर्मणि सौख्यलेशो, दुःखानुबन्धस्य तथास्ति नान्तः । मनोऽभितापो मरणं हि यावत्, मूर्योऽपि कुर्यात् खलु तन्न कर्म ।।१३।। यदर्जितं वै वयसाऽखिलेन, ध्यानं तपो ज्ञानमुखं च सत्यम् । क्षणेन सर्वं प्रदहत्यहो ! तत्, कामो बली प्राप्य छलं यतीनाम् ।।१४।। बलादसौ मोहरिपुर्जनानां, ज्ञानं विवेकं च निराकरोति । मोहाभिभूतं हि जगद्विनष्टं, तत्त्वावबोधादपयाति मोहः ।।१५।। सर्वत्र सर्वस्य सदा प्रवृत्ति-दुःखस्य नाशाय सुखस्य हेतोः । तथापि दुःखं न विनाशमेति, सुखं न कस्यापि भजेत् स्थिरत्वम् ।।१६।।
તેમને ધન નકામું લાગે, કામ મૃત્યુ સમ દેખાય, બધી જ ઇન્દ્રિયોના વિષયો તેમને વિષ જેવા લાગે...કોને ? જેમના હૃદયમાં સ્વાત્મલયાનુભૂતિ થઇ છે તેમને |૧૧||
તારે પરદોષદર્શનનું શું કામ છે કે પરની ચિન્તા વડે તારે શું ? તું શા માટે નાહકનો પરેશાન થાય છે ? તારું કામ તું કર બીજું બધું છોડી દે ! ||૧૨||
જે કાર્ય કરવામાં સુખનો અંશ માત્ર છે અને દુ:ખોની પરંપરાનો અંત નથી, મનની પીડા અને મરણ પણ છે, તેવું કાર્ય મૂર્ખ પણ ન કરે. ||૧૩ /
સાધકે સંપૂર્ણ જીંદગીને ધ્યાન, તપ, જ્ઞાન અને સત્યમાં ઓતપ્રોત કરી છે... પણ...બળવાનું કામ સાધકોની સાધનાની હોડીમાં કાણું પાડીને તેની સાધનાની નાવને ડૂબાડી દે છે. ||૧૪TI.
મોહ લોકોના જ્ઞાન અને વિવેકને બળપૂર્વક નષ્ટ કરે છે, મોહથી પરાજિત થયેલું જગત વિનષ્ટ થયેલું છે. પણ તત્ત્વજ્ઞાન દ્વારા એ મોહ નષ્ટ થાય છે. II૧૫
બધે જ, બધાની પ્રવૃત્તિ દુ:ખના નાશ માટે અને સુખ માટે હોય છે, તો પણ દુ:ખ નષ્ટ થતું નથી અને સુખ કોઇને પણ સ્થિર રહેતું નથી. II૧૬ |