________________
શ્રી કુલક સમુચ્ચય
वस गिरिनिकुंजे भीसणे वा मसाणे, वणविडवितले वा सुन्नगारे व रन्ने । हरिकरिपभिईणं भेरवाणं अभीओ, सुरगिरिथिरचित्तो झाणसंताणलीणो ।।४१ ।।
जत्थेव सूरो समुवेइ अत्थं, तत्थेव झाणं धरई पसत्थं । वोसट्टकाओ भयसंगमुक्को, रउद्दखुद्देहि अखोहणिज्जो ।।४२ ।।
एसइ उज्झिअधम्मं, अंतं पंतं च सीअलं लुक्खं ।
अक्कोसिओ हओ वा अदीणविद्दवणमुहकमलो ।। ४३ ।।
'
इअ सोसंतो देहं, कम्मसमूहं च धिइबलसहाओ ।
जो मुणिपवरो एसो, तस्स अहं निच्चदासु म्हि ।।४४।।
'
धन्ना ते सप्पुरिसा, जे नवरमणुत्तरं गया मुक्खं ।
जम्हा ते जीवाणं, न कारणं कम्मबंधस्स ।। ४५ ।।
૧૪૦
તે અનુમોદના આ રીતે
અહો ! ઉત્તમ મુનિવરો ગિરિગુફામાં, ભયંક૨ સ્મશાનમાં, વનવૃક્ષોની નીચે, શૂન્યઘરમાં અને જંગલોમાં વસે છે. હાથી, સિંહ, વગેરેનાં ભય અને ભેરવોથીગર્જનાથી નિર્ભિક રહે છે. મેરુની જેમ સ્થિરચિત્ત બની શુભધ્યાનમાં લીન બને છે. 118911
માર્ગે ચાલતાં જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાને રહે છે. ભય પામ્યા વિના, રૌદ્ર અને ક્ષુદ્ર શબ્દોથી ક્ષોભ ધારણ કર્યા વિના પ્રશસ્તધ્યાનને અખંડ રાખે છે. ।।૪૨।।
ગૃહસ્થો જેને કાઢી નાંખે, ફેંકી દે એવી અંત-પ્રાંત, ઠંડી અને લૂખી ભિક્ષાઆહાર શોધે છે, કોઇ ગાળ દે, મારે તો પણ તેમનું મુખકમળ પ્રસન્ન અને શાંત હોય છે. ।।૪૩।।
આ રીતે દેહ અને કર્મોનું શોષણ ક૨ના૨ ધૈર્યબળની સહાયવાળા મુનિવરોનો હું હંમેશા દાસ છું. ।।૪૪||
અનુપમ સુખ સ્વરુપ મોક્ષને પામેલા સિદ્ધભગવંતોને ધન્ય છે, જે કોઇને કર્મબંધનું નિમિત્ત આપતા નથી. ।।૪૫।।