Book Title: Kulak Samucchay
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 152
________________ ૧૪૧ શ્રી યતિશિક્ષાપગ્નાશિકા अम्हे न तहा धन्ना, धन्ना पुण इत्तिएण जं तेसिं । बहु मन्नामो चरिअं, सुहासुहं धीरपुरिसाणं ।।४६।। धन्ना हु बालमुणिणो, कुमारभावंमि जे उ पव्वइआ। निज्जिणिऊण अणंगं, दुहावहं सव्वलोआणं ।।४७।। जं उज्जमेण सिज्झइ, कज्जं न मणोरहेहिं कइआवि । न हि सुत्तनरमुहे तरु-सिहराओ सयं फलं पडइ ।।४८।। एवं जिणागमेणं, सम्मं संबोहिओ सि रे जीव ! संबुज्झसु मा मुज्झसु, उज्जमसु सया हिअट्ठम्मि ।।४९।। ता परिभाविअ एअं सव्वबलेणं च उज्जमं काउं । सामन्ने हो सुथिरो, जह पुहईचंदगुणचंदे ।।५० ।। અમે તેમના જેવા ધન્ય નથી પણ એટલે અંશે ધન્ય છીએ કે એ વીરપુરુષોના સુખદુ:ખથી ભરેલા ભવ્યચારિત્રને, સુખદુ:ખના પ્રસંગે ધીરતાપૂર્વકના જીવનને બહુમાનથી જોઇએ છીએ. II૪૬TI ધન્ય છે તે બાલમુનિઓને કે જેઓ પ્રાણીમાત્રને કારમી પીડા આપનાર કામદેવને જીતીને કુમારાવસ્થામાં જ દીક્ષિત થયા. કેટલાક કાર્યો માત્ર મનોરથથી સિદ્ધ થતા નથી પણ ઉદ્યમ-પુરુષાર્થથી સિદ્ધ થાય છે. સૂતેલા મનુષ્યના મોઢામાં ઝાડ ઉપરથી ફળ આપોઆપ આવી પડતું નથી પણ એને માટે ઉદ્યમ કરવો પડે છે. [૪૭-૪૮ મી. હે જીવ ! આ હકીકત જિનાગમથી તને સારી રીતે સમજાવી. હવે તું સમજ. વિષયોમાં કે પ્રમાદમાં મુંઝાયા વિના આત્મહિતની પ્રવૃત્તિમાં સતત ઉદ્યમ કર ! ૪૯ | આ વાત પર ખૂબ વિચાર કરી સઘળી શક્તિ ખર્ચ ઉદ્યમ કરી પૃથ્વીચંદ્ર ગુણસાગરની જેમ શ્રમણભાવમાં સુસ્થિર થા ! |ીપO

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158