Book Title: Kulak Samucchay
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૧૪૪
શ્રી કુલક સમુચ્ચય कइया पकप्पपणकप्प-कप्पववहारजीयकप्पाई। छेयसुयं सुयसारं, विसुद्धसद्धो पढिस्सामि ।।१३।। सीलंगसंगसुभगो, अणंगभंगम्मि विहियसंसग्गो।। चंगसंवेगरंगो, कया रमिस्सामि निस्संगो ।।१४।। परदूसणपरिमुक्को, अत्तुक्करिसम्मि विमुहपरिणामो । दसविहसामायारी-पालणनिरओ कया होहं ? ।।१५।। सहमाणो य परीसह-सिन्नं नीउच्चमज्झिमकुलेसुं । लद्धावलद्धवित्ती, अन्नायउंछं गवेसिस्सं ? ।।१६।। रागद्दोसविउत्तो, संजोयणविरहिओ कया कज्जे । पन्नगबिलोवमाए, भुंजिस्सं सम्ममुवउत्तो ? ।।१७।।
ક્યારે હું વિશુદ્ધ શ્રદ્ધાવાળો થઇ પ્રકલ્પ (નિશીથ), પંચકલ્પ, કલ્પ (બૃહત્કલ્પ), વ્યવહારસૂત્ર અને જિતલ્પાદિક, શ્રુતના સારભૂત છેદસૂત્રોને ભણીશ ? ||૧૩//
કયારે અઢાર હજાર શીલાંગના સંગથી સુભગ, કર્મના નાશ માટે પ્રયત્નશીલ અને સંવેગના સુંદરરંગથી રંગાયેલો હું નિસંગદશાએ વિહરીશ ? TI૧૪
| ક્યારે હું પરદોષદર્શનથી પર બની, સ્વગુણોત્કર્ષથી (પોતાના ગુણોની બડાઇથી) વિમુખ રહી દશપ્રકારની સામાચારીના પાલનમાં લીન બનીશ? I૧૫
પરીષહને સહન કરતો હું ક્યારે ઉચ, નીચ અને મધ્યમકુળમાં ભિક્ષા મળે યા ન મળે તો પણ પ્રસન્ન રહી ગૃહસ્થને પોતાનો કોઇ પણ પરિચય આપ્યા વિના અને કોઇ પ્રકારે આકર્ષ્યા વિના (અજ્ઞાત ઊંછ) આહારની ગવેષણા-શોધ કરીશ ? TI૧૬TI
છે કારણોથી આહાર કરવાની જરુર પડે ત્યારે રાગદ્વેષરહિતપણે સ્વાદ માટે દ્રવ્યોની સંયોજના કર્યા વિના સર્પ જેમ દરમાં પ્રવેશ કરે એ રીતે ઉપયોગપૂર્વક ભોજન કરીશ ? |૧૭ ||
| ક્યારે હું સૂત્રપોરિસી અને અર્થપોરિસીમાં તત્પર બની સમગ્ર જીવકલ્પ (ગુરુપરંપરાગત આચારો) થી યુક્ત થઇ ઉગ્ર વિહાર અને માસકલ્પની મર્યાદાથી વિહાર કરીશ ? T૧૮ ના

Page Navigation
1 ... 153 154 155 156 157 158