________________
૧૩૦
શ્રી કુલક સમુચ્ચય. एक: पापात् पतति नरके, याति पुण्यात् स्वरेकः, पुण्यापुण्यप्रचयविगमात् मोक्षमेक: प्रयाति । संगानूनं न भवति सुखम्, न द्वितीयेन कार्यम्, तस्मादेको विचरति सदा-नन्दसौख्येन पूर्णः ।।२७।। त्रैलोक्यमेतद् बहुभिर्जितं यै-मनोजये तेऽपि यतो न शक्ताः । मनोजयस्यात्र पुरो हि तस्मात्, तृणं त्रिलोकीविजयं वदन्ति ।।२८ ।। मनोलयान्नास्ति परो हि योगो, ज्ञानं तु तत्त्वार्थविचारणाच्च । समाधिसौख्यान्न परं च सौख्यम्, संसारसारं त्रयमेतदेव ।।२९।। याः सिद्धयोऽष्टावपि दुर्लभा ये, रसायनं चाञ्जनधातुवादाः । ध्यानानि मन्त्राश्च समाधियोगा-श्चित्तेऽप्रसन्ने विषवद्भवन्ति ।।३० ।।
કોઇ પાપથી નરકમાં પડે છે, કોઇ પુણ્યથી સ્વર્ગમાં જાય છે, પુણ્ય અને પાપના વિલયથી કોઇ મોલમાં જાય છે. સંગથી સુખ ન મળે, બીજાનું કંઇ કાર્ય નથી, તેથી સાધક આનંદપૂર્ણ રીતે વિચરે તાર૭TI
જે લોકોએ ત્રણ ખંડને કે છ ખંડને જીત્યા તે સમ્રાટો પણ મનોવિજય કરી શક્યા નથી. એથી જ મનોવિજયની સામે ત્રિલોકના વિજયને તણખલા જેવો (શાસ્ત્રકારો) કહે છે. રિ૮//
મનોલયથી શ્રેષ્ઠ કોઇ યોગ નથી, તત્વાર્થ વિચારણાથી ચઢિયાતું કોઇ જ્ઞાન નથી, સમાધિ સુખથી શ્રેષ્ઠ કોઇ સુખ નથી, સંસારમાં શ્રેષ્ઠ આ ત્રણ તત્વો છે. ર૯ || | દુર્લભ કહેવાતી આઠ સિધ્ધિઓ, રસાયનવિદ્યા, અર્જનવિદ્યા, ધાતુવાદ આદિ લોકિક સિદ્ધિઓ અને ધ્યાન, મંત્ર, સમાધિ, યોગ આદિ લોકોત્તર પ્રાપ્તિઓ ચિત્ત પ્રસન્નતા ન હોય તો (અમૃતને બદલે) વિષ જેવી લાગે છે. ૩૦IT