________________
શ્રી કુલક સમુચ્ચય
यत् कृत्रिमं वैषयिकादि सौख्यम्, भ्रमन् भवे को न लभेत् मर्त्य : ? सर्वेषु तच्चाधममध्यमेषु, यद् दृश्यते तत्र किमद्भुतं च ? ।। १७ । । क्षुधातृषाकामविकाररोष - हेतुश्च तद् भेषजवद्वदन्ति । तदस्वतन्त्रं क्षणिकं प्रयासकृद्, यतीश्वरा दूरतरं त्यजन्ति ।। १८ ।। गृहीतलिंगस्य च चेद्धनाशा, गृहीतलिंगो विषयाभिलाषी । गृहीतलिंगो रसलोलुपश्चेद्, विडम्बनं नास्ति ततोऽधिकं हि ।। १९ । । ये लुब्धचित्ता विषयार्थभोगे, बहिर्विरागा हृदि बद्धरागाः । ते दाम्भिका वेषधराश्च धूर्ता:, मनांसि लोकस्य तु रञ्जयन्ति ।। २० ।। मुग्धश्च लोकोऽपि हि यत्र मार्गे, निवेशितस्तत्र रतिं करोति । ધૂર્તસ્વ વાયૈ: પરિમોહિતાનાં, રેષાં નચિત્ત ભ્રમતીદ્દ નો ? ।।૨।।
૧૨૮
કૃત્રિમ વિષય સુખોને ક્યો સંસારી માણસ નથી મેળવતો ? તે સુખોમાં નવીનતા શું છે ? નીચ કક્ષાના કે મધ્યમ કક્ષાના લોકો પણ તે મેળવે છે. ।।૧૭ ||
ભૂખ, તરસ, કામ વિકાર અને રોષ આ બધાની શાંતિ શેનાથી થાય ! અન્નથી ભૂખ, જળથી તરસ મટે છે. સામાન્ય લોકો અન્ન વગેરે ક્ષુધાદિની તૃપ્તિના ઉપયોને ઔષધ જેવા કહે છે.
પણ...ના, એ તો પરાધીન ઉપાય છે, એ ક્ષણિક પણ છે અને આયાસજન્ય છે. મુનિઓ દૂરથી જ આવા ઉપાયોને છોડી દે છે. ।।૧૮।।
વેષધારી મુનિને જો ધનની ઇચ્છા હોય, વિષયોની અભિલાષા હોય કે તેને રસ લોલુપતા હોય તો આનાથી મોટી વિડંબના કઇ હોઇ શકે ? ।।૧૯ ||
જેઓ વિષયોના ભોગમાં મોહ પામેલા હોય અને એ કારણે બહારથી વૈરાગ્યનો આંચળો ઓઢીને હૃદયમાં રાગને રાખી રહેલા તે દાંભિકો વૈષધારી અને
ધૂર્ત છે અને તેઓ લોકોના મનને પ્રભાવિત કર્યા કરે છે.
।।૨૦।।
ભોળા લોકો જે માર્ગમાં રહેલા હોય છે એ માર્ગ પર આદર કરે છે. ધૂર્તના વાક્યો વડે મુગ્ધ બનેલા આવા લોકોનું ચિત્ત ભમી જાય છે. (અને શુધ્ધ માર્ગ તરફ એ લોકો જઇ શકતા નથી) ।।૨૧।।