Book Title: Kulak Samucchay
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 146
________________ શ્રી યતિશિક્ષાપગ્યાશિકા ૧૩૫ पिक्खसि नगे बलंतं, न पिच्छसे पायहिट्ठओ मूढ ! । जं सिक्खवसि परे, नेव कहवि कइआवि अप्पाणं ।। १२ ।। का नरगणणा तेसिं ? वियक्खणा जे उ अन्नसिखाए । जे निअसिक्खादक्खा, नरगणणा तेसि पुरिसाणं ।। १३ ।। जइ परगुणगहणेण वि, गुणवंतो होसि इत्तिएणावि । તાર્જિન રેસિ તુમ, પરશુળગઢમાં પિ રે પાવ ! ।।૪।। जिणवयणअंजणेणं, मच्छरतिमिराडं किं न अवणेसि ? ' अज्ज विजम्मि वितम्मि वि, मच्छरतिमिरंधलो भमिसि ।। १५ ।। जेहिं दोसेहिं अन्ने, दूससि गुणगव्विओ तुमं मूढ ! । તેવિટ્ટુ વોસકાળે, નિન ચયસિ ? પાવ ! fધટ્ટોસિ।।o૬।। હે મૂઢ આત્મન્ ! પર્વત ઉપર બળતું તને દેખાય છે પણ તારા પગ નીચે બળતું કેમ દેખાતું નથી ? કારણ કે તું બીજાને શિખામણ આપવા તૈયાર થાય છે પણ ક્યારે ય તારા આત્માને તું શિખામણ આપતો નથી. જેઓ બીજાઓને શિખામણ આપવામાં ડાહ્યા-તત્પર છે તેઓની લોકમાં કશી કિંમત-ગણના નથી. પરંતુ જેઓ પોતાના આત્માને હિતશિક્ષા આપવામાં નિપુણ હોય છે તેઓની જ ઉત્તમ મનુષ્યોમાં ગણના થાય છે. ||૧૨-૧૩|| હે પાપાત્મા ! ગુણવાનના ગુણ ગ્રહણ કરવા માત્રથી પણ તું ગુણવાન થઇ શકે તેમ છે. છતાં ગુણવાનના ગુણગ્રહણ કરવાની મતિ કેમ નથી જાગતી ? (પરના દોષો તરફ જ તારી મતિ કેમ ભટકે છે ?) ।।૧૪।। શ્રી જિનેશ્વરદેવના વચનરુપી અંજનથી તારા નેત્ર ઉપર જામેલા ઇર્ષ્યાના પડલને કેમ દૂર કરતો નથી ? તેથી જ ઇર્ષ્યાથી અંધ બની ચારગતિમાં જ્યાં ત્યાં ભટકી રહ્યો છે. ।|૧૫|| રે મૂઢ ! ગુણોના અભિમાનથી અક્કડ બનેલો તું બીજાઓ ઉપર જે દોષનું આરોપણ કરે છે તે દોષોનો ત્યાગ તું કેમ કરતો નથી ? અરે પાપી ! આ તારી કેવી ધિઢાઇ ? ||૧૬||

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158