________________
૧૩૩
શ્રી યતિશિક્ષાપભ્યાશિકા
| श्री यतिशिक्षापञ्चाशिका जयइ जिणसासणमिणं, अप्पडिहयथिरपयावदिप्पंतं । दूसमकाले वि सया, सया विसुद्धं तिहुअणे वि ।।१।। पढमं नमंसियव्वो, जिणागमो जस्स इह पभावाओ । सुहुमाण बायराणं, भावाणं नज्जइ सरुवं ।।२।। इह जीवो भमइ भवे, किल(लि) ट्ठ गुरुकम्मबंधणाहिंतो । तन्निज्जराओ वि जहा, जाइ सिवं संवरगुणड्ढो ।।३।। इच्चाइ जओ नज्जइ, सवित्थरं तं सरेह सिद्धंतं । सविसेसं सरह गुरुं, जस्स पसाया भवे सो वि ।।४।। (युग्मम्) गुरुसेवा चेव फुडं, आयारंगस्स पढमसुत्तम्मि । इय नाउं निअगुरुसे-वणम्मि कह सीअसि सकन्न ? ।।५।। ता सोम ! इमं जाणिअ, गुरुणो आराहणं अइगरिष्टुं । इहपरलोअसिरीणं, कारणमिणमो विआण तुमं ।।६।।
અપ્રતિહત અને સ્થિર પ્રતાપવડે દીપતું તેમજ ત્રણ ભુવનમાં સદા સુવિશદ્ધ જિનશાસન દૂષમકાળમાં પણ જય પામે છે. આવા
જેના પ્રભાવે સૂક્ષ્મ અને બાદર પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણી શકાય છે તે શ્રી જિનાગમ સહુથી પહેલા નમસ્કાર કરવા યોગ્ય છે. સારા
ચીકણાં અને ભારે કર્મના બંધનવડે જીવ સંસારમાં ભટકે છે. તે કર્મની નિર્જરાથી અને સંવરગુણથી યુક્ત જીવ મોક્ષપદ પ્રાપ્ત કરે છે...વગેરે હકીકતો વિશદ અને વિસ્તૃત રીતે જેનાથી જાણી શકાય છે, તે પૂજનીય સૂત્ર-સિદ્ધાંતનું હે ભવ્યાભાઓ ! તમે હંમેશ મરણ કરો અને જેમની કૃપાથી તે સિદ્ધાન્તો જાણી શકાય છે તે ગુરુમહારાજનું પણ વિશેષપણે સ્મરણ કરો. ૩-૪ |
શ્રી આચારાંગસૂત્રમાં ગુરુસેવા કરવાનું ખાસ ભારપૂર્વક જણાવ્યું છે. છતાં તે વિદ્વાન ! સ્વગુરુસેવાના કાર્યમાં તું શિથિલ કેમ છે ? ||૫||
હે સૌમ્ય ! જૈનશાસનમાં ગુરુતત્ત્વની આરાધનાનું મહત્ત્વ ઘણું જ છે. તું સમજ કે આલોક પરલોકની સર્વસંપત્તિનું કારણ એ જ છે. ૬TI.