________________
૧૩૪
શ્રી કુલક સમુચ્ચય रुट्ठस्स तिहुअणस्स वि, दुग्गइगमणं न होइ ते जीव ! । तुढे वि तिहुअणे लहसि, नेव कइआवि सुगइपहं ।।७।। जइ ते रुट्ठो अप्पा, तो तं दुग्गइपहं धुवं नेइ । अह तुट्ठो सो कहमवि, परमपयं पि हु सुहं नेइ ।।८।। (युग्मम्) जइ तुह गुणरागाओ, संथुणइ नमसइ इहं लोओ। नइ तुज्झणुरागाओ, कह तम्मि तुमं वहसि रागं ? ।।९।। जइ वि न कीरइ रोसो, कह रागो तत्थ कीरए जीव ? । जो लेइ तुह गुणे पर-गुणिक्कबद्धायरो धिट्ठो ।।१०।। जो गिन्हइ तुह दोसे, दुहजणए दोसगहणतल्लिच्छो । जह कुणसि नेव रागं, कह रोसो जुज्जए तत्थ ? ।।११।।
હે જીવ ! ત્રણે જગત કદાચ તારા પર રોષ કરે એથી કાંઈ તારી દુર્ગતિ થવાની નથી અને ત્રણભુવન તારાપર તુષ્ટ થઇ જાય તો એટલા માત્રથી તારી સદ્ગતિ થવાની નથી પણ તારો આત્મા પ્રશાંત થઈ આત્મ-કલ્યાણમાં લીન બનશે તો જરૂર મોક્ષ પામશે. II૭-૮||
અરે મુનિ ! લોકો તારી સ્તુતિ કરે છે અને તને નમસ્કાર કરે છે એ તારા ગુણોના રાગથી કરે છે પણ તું મૂઢ બની તે પ્રશંસકો ઉપર રાગ-સ્નેહ કેમ કરે છે? T૯//
બીજાના ગુણોને ગ્રહણ કરવાના વ્યસનવાળા પુરુષો તારા ગુણો ગ્રહણ કરે છે. તેઓના ઉપર તું રોષ નથી કરતો એ તો ઠીક છે પણ રાગ શા માટે કરે છે ? તેમ બીજાના દોષ શોધવામાં તત્પર જીવો તારા દોષ ગ્રહણ કરે તેના ઉપર તું રાગ નથી કરતો તો દ્વેષ પણ કેમ કરે છે ? ખરી રીતે એ દોષ ગ્રહણ કરનાર પર રાગ-સ્નેહ થવો જોઇએ. ||૧૦-૧૧