________________
૧૨૫
|२६|
શ્રી હ્રદયપ્રદીપ ષત્રિંશિકા
VTV
श्री हृदयप्रदीप षट्त्रिंशिका
(ર્તા : અજ્ઞાત)
शब्दादिपञ्चविषयेषु विचेतनेषु, योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति । यस्माद् भवान्तरगतान्यपि चेष्टितानि, प्रादुर्भवन्त्यनुभवं तमिमं भजेथाः । । १ । जानन्ति केचिन्नतु कर्तुमीशा:, कर्तुं क्षमा ये न च ते विदन्ति । जानन्ति तत्त्वं प्रभवन्ति कर्तुं, ते केऽपि लोके विरला भवन्ति ।। २ । सम्यग् - विरक्तिर्ननु यस्य चित्ते, सम्यग् गुरुर्यस्य च तत्त्वेवेत्ता । सदानुभूत्या दृढनिश्चयो य- स्तस्यैव सिद्धिर्न हि चापरस्य ।। ३ ।। विग्रहं कृमिनिकायसङ्कुलं, दुःखदं हृदि विवेचयन्ति ये । गुप्तिबद्धमिव चेतनं हि ते, मोचयन्ति तनुयन्त्रयन्त्रितम् ।।४ ।। भोगार्थमेतद् भविनां शरीरं, ज्ञानार्थमेतत् किल योगिनां वै। जाता विषं चेद्विषयाहि सम्यग् - ज्ञानात्तत: किं कुणपस्य पुष्ट्या ? ।।५।।
શબ્દાદિ પાંચ જડ વિષયોના વ્યાપાર વખતે પણ અંદર રહેલ જે આત્મા તે વ્યાપારથી પોતાની ભિન્નતાને જેના વડે અનુભવે છે અને જન્માન્તરોમાં થયેલાં કાર્યો પણ જેના વડે યાદ આવે છે તે અનુભવને તમે ભજો. ।।૧।।
કેટલાક સાધકો સાધના તત્વને જાણે છે, પણ સાધના કરવા માટે તેઓ સક્ષમ નથી. જેઓ સાધના કરવા માટે સક્ષમ છે, તેઓ સાધનાને જાણતા નથી. તત્વને જાણનાર અને સાધના કરનાર વ્યક્તિઓ વિરલ હોય છે. ।।૨।।
જે સાધકના ચિત્તમાં પ્રબળ વૈરાગ્ય છે, તત્વવેત્તા ગુરુની પ્રાપ્તિ જેને થઇ છે અને જે અનુભૂતિભૂલક દ્રઢ નિશ્ચય વાળો છે તેને જ સિદ્ધિ મળે છે, બીજાને નહિ. ||૩|| કૃમિ-જન્તુઓથી ખદબદતું આ શરીર જે સાધકોને દુ:ખદાયી લાગે છે, તેઓ પોતાના નિર્મળ-આત્મ સ્વરુપને શરીરની કેદમાંથી મુક્ત કરે છે. ।।૪।।
સંસારી આત્માઓ માટે શરીર ભોગનું સાધન છે, યોગીઓ માટે એ જ્ઞાનનું સાધન છે. સમ્યજ્ઞાન વડે જ્યારે વિષયોને વિષ જેવા જાણ્યા છે, ત્યારે શરીરની પુષ્ટિ વડે શું ? ।।૫।।