________________
૧૦૪
શ્રી કુલક સમુચ્ચય कम्मं दुक्खसरूवं, दुक्खाणुहवं च दुक्खहेउं च । कम्मायत्तो जीवो, न सुक्खलेसं पि पाउणइ ।।२४।। जह वा एसो देहो, वाहीहि अहिडिओ दुहं लहइ । तह कम्मवाहिघत्थो, जीवो विभवे दुहं लहइ ।।२५।। जायंति अपच्छाओ, वाहीओ जहा अपच्छनिरयस्स । संभवइ कम्मवुड्ढी, तह पावाऽपच्छनिरयस्स ।।२६।। अइगरुओ कम्मरिऊ, कयावयारो य नियसरीरत्थो । एस उविक्खिज्जतो, वाहि व्व विणासए अप्पं ।।२७।। मा कुणइ गयनिमीलं, कम्मविघायंमि किं न उज्जमह । लधूण मणुयजम्मं, मा हारह अलियमोहहया ।।२८ ।। अच्चंतविवज्जासिय-मइणो परमत्थदुक्खरूवेसु। संसारसुहलवेसुं, मा कुणह खणं पि पडिबंधं ।।२९।।
કર્મએ દુઃખરૂપ છે, દુઃખનો અનુભવ કરાવનારું છે અને ભવિષ્યમાં નવાં દુઃખો ઉત્પન્ન કરવામાં કારણભૂત છે. એવા કર્મને આધીન બનેલો જીવ સુખનો લેશ પણ પામી શકતો નથી. માર૪//
વ્યાધિઓથી ઘેરાયેલું આ શરીર જેમ દુ:ખ ભોગવે છે તેમ કમરુપ વ્યાધિથી ગ્રસ્ત જીવ પણ સંસારમાં દુ:ખને પ્રાપ્ત કરે છે. રિપી
જેમ અપથ્ય ભોજનમાં આસક્ત માનવીને અપથ્ય ભોજનથી વ્યાધિઓ થાય છે તેમ અપથ્ય (પાપ)માં નિરત જીવને કર્મરુપ રોગની વૃદ્ધિ થાય છે |ર૬/
પોતાના શરીરમાં રહેલો, અપકારને કરનારો કર્મ શત્રુ અતિ બળવાન છે, વ્યાધિની જેમ જ ઉપેક્ષા કરવામાં આવે તો આત્માનો નાશ કરે છે. ર૭/
હે જીવ ! કર્મનો નાશ કરવામાં ગજનિમિલિકા (આંખ મીંચામણા) કરીશ નહિ. મનુષ્ય જન્મ પામીને તું ઉદ્યમ કેમ કરતો નથી? મિથ્યા મોહમાં અંધ બનીને તું ઉત્તમ મનુષ્ય જન્મ પામોન હારીશ નહિ ર૮))
આત્માના સ્વભાવથી અત્યંત વિપરીત મતિવાળા જીવોને પરમાર્થથી દુ:ખરૂપ એવાં સંસારના સુખના લેશમાં ક્ષણ માત્ર પણ તું, રાગ કરીશ નહીં. (ાર૯ !