________________
૧૦૨
શ્રી કુલક સમુચ્ચય जो पहरइ जीवाणं, पहरइ सो अत्तणो सरीरंमि । अप्पाण वेरिओ सो, दुक्खसहस्साण आभागी ।।१२।। जं काणा खुज्जा वामणा य, तह चेव रूवपरिहीणा । उप्पज्जंति अहन्ना, भोगेहिं विवज्जिया पुरिसा ।।१३।। इय जं पाविति य दुहसयाइंजणहिययसोगजणयाइं । तं जीवदयाए विणा, पावाण वियंभियं एयं ।।१४।। जं नाम किंचि दुखं, नारयतिरियाण तह य मणुयाणं । तं सव्वं पावेणं, तम्हा पावं विवज्जेह ।।१५।। सयणे धणे य तह परियणे य जो कुणइ सासया बुद्धी । अणुधावंति कुढेणं, रोगा य जरा य मच्चू य ।।१६।। नरए जिय ! दुस्सहवेयणाउ, पत्ताउ जाओ पइं मूढ !। जड़ ताओ सरसि इन्हिं, भत्तं पि न रुच्चए तुज्झ ।।१७।।
જે અન્ય જીવો પર પ્રહાર કરે છે તે પરમાર્થથી પોતાના જ શરીર પર પ્રહાર કરે છે. પોતાના જ આત્માનો વૈરી એવો તે હજારો દુ:ખોનો ભોગવનારો બને છે. II૧રી/
જગતમાં જે પુરુષો કાણા, કુબડા, વામણા, તથા રુપ વિનાના ઉત્પન્ન થાય છે અને નિર્ધન તથા ભોગ સામગ્રીથી રહિત હોય છે, તથા મનુષ્યના હૃદયમાં શોક થાય તેવાં સેંકડો દુ:ખો પામે છે તે જીવદયાથી રહિત પાપોનું પરિણામ છે. '૧૩-૧૪||
વધારે શું કહીએ ? નારકોને, તિર્યંચોને કે મનુષ્યોને જે કાંઇ થોડું પણ દુ:ખ પડે છે તે સર્વ પાપના કારણે જ ભોગવવું પડે છે, માટે પાપનો ત્યાગ કરો. TI૧૫T
સ્વજનમાં, ધનમાં, તથા પરિવારમાં શાશ્વત બુદ્ધિ જે રાખે છે તેની પાછળ (ગુનેગારની પાછળ રાજ સુભટોની જેમ) રોગો, વૃદ્ધાવસ્થા અને મરણ દોડે છે. ૧૬ //
હે મૂઢ જીવ ! તે કાળે તે નરકમાં જે દુસ્સહ દુ:ખોને ભોગવ્યાં તેને જો અત્યારે તું યાદ કરે તો તને ભોજન કરવું પણ ન ગમે ! TI૧૭ |