________________
૧૧૯
ઇરિયાવહિય કુલકમ્ पंचसहसा छसय भेय तीसाहिया, रागदोसेहि ते सहस एगारसा । दुसय सट्ठित्ति मण वयकाए पुणो, सहस तेत्तीस सयसत्त असिई घणो ।।१०।। करणकारणअणुमई संजोडिया, एगलख सहसइग तिसयचालीसया । कालतिअगणिय तिगलक्ख चउसहसया, वीसहिअइरियमिच्छामिदुक्कडपया ।।११।। इणि परि चउगइमांहि जे जीवया, कम्मपरिपाकि नवनविय जोणीठिया । ताह सव्वाहकर करिय सिर उप्परे, देमि मिच्छामिदुक्कडं बहुबहु परे ।।१२।। इअजिअ विविहप्परि मिच्छामि दुक्कडं, करिहि जि भविअ (नियहिय) सुट्ठमणा । ति छिंदिय भवदुहं पामिअसुरसुहं, सिद्धिनयरिसुहं लहइ (अंते) घणं ।।१३।।
પાંચ હજાર, છસો ને ત્રીસ ભેદો થાય, તેને રાગ અને દ્વેષ બેથી ગુણતાં અગીયાર હજાર બસો ને સાઠ થાય, તેને મન, વચન અને કાયા એ ત્રણથી ગુણીએ ત્યારે તેત્રીસ હજાર, સાતસો ને એશી (૩૩, ૭૮૦) ભેદો થાય. ૧૦
તેને કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણે ગુણવાથી એક લાખ, એક હજાર, ત્રણસો ને ચાલીસ (૧,૦૧,૩૪૦) ભેદો થાય, અને તેને ત્રણે કાળથી ગુણતાં ત્રણ લાખ ચાર હજાર અને વીશ ભેદો (૩,૦૪,૦૦૦) થાય તે દરેકને તે તે પ્રકારે મિચ્છામિ દુક્કડ' દેવાથી ઇરિયાવહિના “મિચ્છામિ દુક્કડ'નાં તેટલાં સ્થાનો થાય છે. ||૧૧||
(અન્ય ગ્રન્થોમાં આ ૩,૦૪,૦૨૦ ને છ સાક્ષીથી ગુણતાં ‘૧૮,૨૪,૧૨૦” પ્રકારો પણ મિચ્છામિદુક્કડના થાય છે, એમ કહેલું છે.)
એ પ્રમાણે પોતપોતાના કર્મવિપાકને અનુસારે નવી નવી યોનિઓમાં ચારે ગતિમાં જે જીવો ભમી રહ્યા છે તે દરેકને હું મસ્તકે હાથ જોડીને અનેકાનેક વાર મિચ્છામિ દુક્કડ દઉં છું. I૧૨TI
એ પ્રમાણે વિવિધ પ્રકારે જીવો પ્રત્યે જે ભવ્યજીવ શુદ્ધ મનથી “મિથ્યા દુષ્કત’ કરે છે તે સંસારનાં દુઃખો છેદીને, વચ્ચે દેવોનાં સુખો પામીને અંતે મોક્ષ નગરીનું અનંત સુખ પ્રાપ્ત કરે છે. ll૧૩/