Book Title: Kulak Samucchay
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૧૨૧
ઉપદેશરત્નમાલા કુલકમ્ सव्वस्स उवयरिज्जइ न पम्हसिज्जइ परस्स उवयारो। विहलं अवलं विज्जइ उवएसो एस विउसाणं ।।७।। को विन अब्भत्थिज्जइ किज्जइ कस्स वि न पत्थणाभंगो। दीणं न य जंपिज्जइ जीवीज्जइ जाव इहलोहे ।।८।। अप्पा न पसंसिज्जइ निदिज्जइ दुज्जणो वि न कयावि । बहु बहुसो न हसिज्जइ लब्भइ गुरुअत्तणं तेण ।।९।। रिउणो न वीससिज्जइ क्या वि वंचिज्जइ न वीसत्थो । न कयग्घेहिं हविज्जइ एसो नायस्स नीस्संदो ।।१०।। रज्जिजइ सुगुणेसु बज्जइ रागो न नेह वज्जेसु । किरइ पत्तपरिक्खा दक्खाण इमो अकसवट्टो ।।११।। नाकज्जमायरिज्जइ अप्पा वाहिज्ज न वयणिज्जे । न य साहसं चइज्जइ उब्भिज्जइ तेण जगहत्थो ।।१२।।
બધા પર ઉપકાર કરવો, બીજાનો ઉપકાર ભૂલવો નહિ, દુઃખમાં પણ ટકી કહેવું-વિદ્વાનાનો આ ઉપદેશ છે. ૭
આ જગતમાં જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી કોઇની પાસે પ્રાર્થના (માંગણી) ન કરવી, કોઇનો પણ પ્રાર્થના (વિનંતી) ભંગ ન કરવો, દીનવચન ન બોલવું. ટા!
આત્મપ્રશંસા કરવી નહિ, દુર્જનની પણ ક્યારેય નિંદા કરવી નહીં, વારંવાર હસવું નહિ-આમ કરવાથી ગૌરવ પ્રાપ્ત થાય છે. IT
દુશ્મનનો વિશ્વાસ ન કરવો, વિશ્વસ્ત (આપણા પર વિશ્વાસ રાખનાર) જનને ક્યારેય છેતરવા નહિ, કૃતઘ્ન થવું નહિ-આ ન્યાય-નીતિનો સાર છે. TI૧૦ ||
સદ્ગુણોમાં રમણતા કરવી, સ્નેહવર્જિત જન પર રાગ કરવો નહિ, યોગ્ય પાત્રની પરીક્ષા કરવી-દક્ષ પુરુષોનો આ કસોટી પથ્થર છે. TI૧૧TI
અકાર્ય આચરવું નહિ, નીંદનીય કાર્યોમાં પોતાની જાતને જોડવી નહીં, સાહસ છોડવું નહિ-આમ કરવાથી જગતમાં ગૌરવપૂર્ણ રીતે રહી શકાય. ||૧૨||

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158