________________
શ્રી કુલક સમુચ્ચય
वसणे विन मुज्झिज्जइ मुच्चइणायो न नाम मरणेपि । विहवक्खए वि दिज्जइ वयमसिधारंसु धीराणं ।। १३ ।। अइनेहो न वहिज्जइ रुसिज्जइ न य पिये वि पइदियहं । वद्धारिज्जइ न कली जलंजली दिज्जए दुहाणं ।। १४ ।। न कुसंगेण वसिज्जइ बालस्स वि घिप्पए हिअं वयणं । अनायाओ निवट्टिज्जइ न होइ वयणिज्जया एवं ।। १५ ।। विहवे वि न मज्जिजइ न विसीइज्जइ असंपयाए वि । वट्टिज्जइ समभावे न होइ रणणइ संतावो ।। १६ ।। वन्निज्जइभिच्चगुणो न परुक्खं न य सुअस्स पच्चक्खं महिला उ नोभयावि हु न नस्सए जेण माहप्पं । ।१७।। जंपिज्जइ पिअवयणं किज्जइ विणओ अ दिज्जए दाणं । परगुणगहणं किज्जइ अमूलमंतं वसीकरणं ।। १८ ।।
૧૨૨
સંકટમાં મુંઝાવું નહીં, મરણાંતે પણ ન્યાયનો ત્યાગ ન ક૨વો, વૈભવ ક્ષયમાં પણ દાન આપવું-ધીર પુરુષોનું આ અસિધારા સમાન વ્રત છે. ।।૧૩।।
અતિ સ્નેહ કરવો નહિ, પ્રિય વ્યક્તિ પર પણ રોજ ગુસ્સો ન કરવો, કલહ વધારવો નહીં-આમ કરીને દુ:ખોને તિલાંજલિ આપવી ।।૧૪ ।।
દુર્જન સાથે રહેવું નહિ, બાળક પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું, અનીતિથી પાછા ફરવું-આમ કરવાથી નિંદનીયતા થતી નથી. ।।૧૫।।
વૈભવમાં પણ મદ ન કરવો, નિર્ધનાવસ્થામાં પણ વિષાદ ન ક૨વો, સમભાવમાં રહેવું, જેથી અત્યંત સંતાપ થાય નહીં. ।।૧૬।।
નોકરના ગુણ પરોક્ષમાં, પુત્રના ગુણ પ્રત્યક્ષમાં અને પત્નીના ગુણ પ્રત્યક્ષ કે પરોક્ષમાં પણ કહેવા નહીં. જેથી મહત્તા નાશ પામે નહિ. ||૧૭ ||
પ્રિયવચન બોલવું, વિનય કરવો, દાન આપવું, અન્યના ગુણનું ગ્રહણ કરવુંમૂળ અને મંત્ર વિનાનું આ વશીકરણ છે. ।।૧૮ ||