________________
૧૧૨
શ્રી કુલક સમુચ્ચય महारोगे वि अकाढं, न करेमि निसाइ पाणीयं न पिबे । सायं दोघडियाणं, मज्झे नीरं न पिबेमि ।।२५।। अहवत्थमिए सूरे, काले नीरं न करेमि सायकालं । अणहारोसहसंनिहि-मवि नो ठावेमि वसहीए ।।२६।। तवआयारे गिण्हे, अह नियमे कइवए ससत्तीए।
ओगाहियं न कप्पइ, छट्ठाइतवं विणा जोगं ।।२७।। निवियतिगं च अंबिल-दुगं च विणु नो करेमि विगयमहं । विगइदिणे खंडाइ-गकार नियमो अजावजीवं ।।२८।। निविअयाइं न गिण्हे, निवियतिगमज्झि विगइदिवसे अ। विगइंनो गिण्हेमि अ, दुन्नि दिणे कारणं मुत्तुं ।।२९।।
મોટો રોગ થયો હોય તો પણ ક્વાથ ન કરું-ઉકાળો કરાવીને વાપરું નહિ. રાત્રિ સમયે જળપાન પણ કરું નહિ અને સાંજે છેલ્લી બે ઘડીમાં (સૂર્યાસ્ત પહેલાંની બે ઘડીના કાળમાં) પાણી પણ પીઉં નહિ, તો પછી બીજા અશનાદિક આહારની તો વાત જ શી ? |ોરપી
અથવા હંમેશા સૂર્યાસ્ત થયા પછી પાણી નહીં વાપરું (સૂર્યાસ્ત પહેલાં જ સર્વ આહાર સંબંધી પચ્ચકખાણ કરી લઉં). અને અણાહારી ઔષધનો સંનિધિ પણ ઉપાશ્રયમાં રાખું-રખાવું નહિ. ર૬
તપાચારને વિષે-કેટલાક નિયમો સ્વશક્તિને અનુસાર ગ્રહણ કરું છું. તેમાં છઠ્ઠ કે તેથી વધુ તપ ન કર્યો હોય, તેમજ યોગવહન ન કરતો હોઉં તો મારે અવગાહિમ (પકવાન્ન-વિગઇ) લેવી કહ્યું નહિ. ર૭/
લાગલગાટ ત્રણ નિવીઓ અથવા બે આયંબિલ કર્યા વિના હું વિગઇ (દૂધ, દહીં, ઘી વગેરે) વાપરું નહિ અને વિગઈ વાપરું તે દિવસે પણ સ્વાદ માટે દૂધ વિગેરેમાં ખાંડ વિગેરે મેળવીને નહીં વાપરવાનો નિયમ જાવજીવ સુધી પાળું રિટા!
ત્રણ નિવીઓ લાગલગાટ થાય તે દરમ્યાન તેમજ વિગઈ વાપરવાના દિવસે પણ નિવીયાતાં દ્રવ્યો (પકવાન્નાદિ) ગ્રહણ કરું નહિ-વાપરું નહિ, તેમજ કોઇપણ તેવા પુષ્ટ કારણ વિના લાગેટ બે દિવસ સુધી વિગઈ વાપરું નહિ. ર૯ IT