________________
૧૧૫
સંવિગ્નસાધુયોગ્ય નિયમકુલકમ્ वुड्डस्स विणा पुच्छं, विसेसवत्थु न देमि गिण्हे वा । अन्नं पि अमहकज्ज, वुटुं पुच्छिय करेमि सया ।।४०।। दुब्बलसंघयणाण वि, एए नियमा सुहावहा पायं । किंचि वि वेरग्गेणं, गिहिवासो छड्डिओ जेहिं ।।४१ ।। संपइकाले वि इमे, काउं सक्के करेइ नो निअमे । सो साहुत्तगिहित्तण-उभयभट्ठो मुणेयव्वो ।।४२।। जस्स हिययम्मि भावो, थोवो वि न होइ नियमगहणंमि । तस्स कहणं निरत्थय-मसिरावणि कूवखणणं व ।।४३ ।। संघयणकालबलदूसमा-रयालंबणाई घित्तूणं । सव्वं चिय निअमधुरं, निरुज्जमाओ पमुच्चंति ।।४४।।
વડીલને પૂછ્યા વિના કોઇ વિશેષ સારી વસ્તુ (આહાર, વસ્ત્ર, પાત્રાદિ) બીજા સાથે આપ લે કરું નહીં તથા કોઇ મોટું કામ હંમેશા વૃદ્ધ (વડીલ) ને પૂછીને જ કરું, પૂછયા વગર કરું નહિ. ૪૦
શરીરનો બાંધો નબળો છે એવા દુર્બળ સંઘયણવાળા પણ જેમણે કાંઇક વૈરાગ્યથી ગૃહસ્થવાસ છોડયો છે, તેમને આ ઉપર જણાવેલા નિયમો પ્રાયઃ સુખેથી પાળી શકાય તેવા શુભ ફળ દેનારા છે. II૪૧ાા
સંપ્રતિકાળે પણ સુખપૂર્વક પાળી શકાય એવા આ નિયમોને જે આદરે-પાળે નહિ, તે સાધુપણાથી અને ગૃહસ્થપણાથી એમ ઉભયભ્રષ્ટ થયો જાણવો. T૪૨TI
જેના હૃદયમાં ઉક્ત નિયમો ગ્રહણ કરવાનો લેશ પણ ભાવ ન હોય તેને આ નિયમ સંબંધી ઉપદેશ કરવો એ સિરા રહિત (જ્યાં પાણી પ્રગટ થાય તેમ ન હોય તેવા) સ્થળે કૂવો ખોદવા જેવો નિરર્થક થાય છે. ૪૩
વર્તમાનમાં સંઘયણબળ, કાળબળ અને દુઃષમઆરો વગેરે નબળાં છે એમ નબળા આલંબન પકડીને પુરુષાર્થ વિનાના પામર જીવો આળસ-પ્રમાદથી બધા નિયમોરુપી સંયમની ધુરાને છોડી દે છે. (૪૪TI