________________
૧૧૪
શ્રી કુલક સમુચ્ચયા निहाइपमाएणं, मंडलिभंगे करेमि अंबिलयं । नियमा करेमि एगं, विस्सामणयं च साहूणं ।।३५।। सेहगिलाणाइणं विणा वि संघाडयाइ संबंधं । पडिलेहणमल्लगपरि-ठवणाइ कुव्वे जहासत्ति ।।३६।। वसहीपवेसि निग्गम्मि, निसिहीआवस्सियाण विस्सरणे । पायाऽपमज्जणे वि य, तत्थेव कहेमि नवकारं ।।३७।। भयवं पसाउ करिउं, इच्छाइ अभासणम्मि वुड्ढेसु । ईच्छाकाराऽकरणे, लहुसु साहसु कज्जेसु ।।३८ ।। सव्वत्थवि खलिएसुं, मिच्छाकारस्स अकरणे तह य । सयमन्नाउ वि सरिए, कहियव्वो पंचनमुक्कारो ।।३९।।
| નિદ્રાદિક પ્રમાદ વડે માંડલીનો ભંગ થઇ જાય (માંડલીમાં સમયસર હાજર ન થઇ શકું) તો એક આયંબિલ કરું અને વડીલ, ગ્લાન આદિ સાધુઓની એક વખત વિશ્રામણા-વૈયાવચ્ચ અવશ્ય કરું /૩પ
સંઘાડાદિકનો કશો સંબંધ ન હોય તો પણ લઘુ શિષ્ય (બાળ), ગ્લાન સાધુ, વગેરેનું પડિલેહણ તેમજ તેમની ખેલ વગેરેની કુંડીને પરઠવવી વિગેરે પણ હું યથાશક્તિ કરી આપું. ૩૬ાા
વસતિ (ઉપાશ્રય)માં પ્રવેશ કરતાં ‘નિસીહિ અને નીકળતાં “આવસહિ' કહેવી ભૂલી જાઉં તથા ગામમાં પેસતાં કે નીસરતાં પગ મૂંજવા ભૂલી જાઉં તો યાદ આવે તે જ સ્થળે નવકારમંત્ર ગણું /૩૭ ||
કાર્ય પ્રસંગે વિનંતિ કરતાં વૃદ્ધ સાધુઓને “હે ભગવન્! પસાય કરી’ અને લઘુ સાધુને ‘ઇચ્છાકાર’ એટલે તેમની ઇચ્છા અનુસાર, એમ કહેવું ભૂલી જાઉં તેમજ સર્વત્ર જ્યારે જ્યારે ભૂલ થાય ત્યારે ત્યારે “મિચ્છાકાર” એટલે “મિચ્છામિ દુક્કડું' એમ કહેવું ભૂલી જાઉં તો જ્યારે મને યાદ આવે અથવા કોઇ હિતસ્વી યાદ અપાવે ત્યારે તત્કાળ મારે એક વાર નવકારમંત્ર ગણવો. | ૩૮-૩૯ ||