________________
૧૧૬
શ્રી કુલક સમુચ્ચય वुच्छिन्नो जिणकप्पो, पडिमाकप्पो अ संपइ नत्थि । सुद्धो अथेरकप्पो, संघयणाईण हाणीए ।।४५।। तह वि जइ एअ नियमा-राहणविहिए जएज्ज चरणम्मि । सम्ममुवउत्तचित्तो, तो नियमाराहगो होइ ।।४६।। एए सव्वे नियमा, जे सम्मं पालयंति वेरग्गा। तेसिं दिक्खा गहिआ, सहला सिवसुहफलं देइ ।।४७।। | (સંપ્રતિકાળે) જિનકલ્પ વિચ્છેદ થયેલો છે, વળી પ્રતિમાકલ્પ પણ અત્યારે વર્તતો નથી અને સંઘયણાદિકની હાનિથી શુદ્ધ સ્થવિરકલ્પ પણ પાળી શકાતો નથી, તો પણ જો મુમુક્ષુ જીવ આ નિયમોની આરાધના કરવાપૂર્વક સમ્યગુ ઉપયુક્ત ચિત્તવાળો થઇ ચારિત્ર પાળવામાં ઉદ્યમ કરશે, તો તે અવશ્ય જિનાજ્ઞાનો આરાધક થશે. ૪૫-૪૬IT
આ સર્વે નિયમોને જે આત્માઓ વૈરાગ્યથી સારી રીતે પાળે છે, આરાધે છે, તેમની ગ્રહણ કરેલી દીક્ષા સફળ થાય છે અને તે શિવસુખ ફળ આપે છે. II૪૭ના
•
-
-