________________
૧૧૩
સંવિગ્નસાધુયોગ્ય નિયમકુલકન્
अट्ठमीचउद्दसीसुं, करे अहं निव्वियाइं तिन्नेव । अंबिलदुगं च कुव्वे, उववासं वा जहासत्तिं । । ३०।। दव्वखित्ताइगया, दिणे दिणे अभिग्गहा गहेअव्वा । जम्मओ भणियं, पच्छित्तमभिग्गहाभावे ।। ३१ ।। वीरियायारनियमे, गिण्हे केइ अवि जहासत्तिं । दिणपणगाहाइणं, अत्थं गिण्हे मणेण सया ।। ३२ ।। पणवारं दिणमज्झे, पमाययंताण देमि हियसिक्खं । માં પકિવેમિ ઞ, મત્તયં સવ્વસાહૂમાંં ।।રૂ રૂ।। चवीस वीसं वा, लोगस्स करेमि काउसग्गम्मि | कम्मखयट्ठा पइदिए, सज्झायं वा वि तम्मित्तं ।। ३४।।
પ્રત્યેક અષ્ટમી અને ચતુર્દશીના દિવસે શક્તિ હોય તો ઉપવાસ કરું અથવા બે આયંબિલ અથવા ત્રણ નિવીઓ વગેરે સ્વશક્તિ પ્રમાણે કરી આપું ||૩૦|| પ્રતિદિન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અભિગ્રહો ધારણ કરવા. કારણ કે ‘અભિગ્રહ ન ધારે તો પ્રાયશ્ચિત્ત આવે' એમ શ્રી યતિજીતકલ્પમાં કહ્યું છે. ।।૩૧।। વીર્યાચાર સંબંધી કેટલાક નિયમો યથાશક્તિ હું ગ્રહણ કરું છું. રોજ પાંચ ગાથા વિગેરેનો અર્થ હું મનપૂર્વક ગ્રહણ કરું. ।।૩૨।।
(વડીલ તરીકે) આખા દિવસમાં સંયમ માર્ગમાં (ધર્મ કાર્યમાં) પ્રમાદ ક૨નારાઓને હું પાંચ વાર હિતશિક્ષા આપું અને (લઘુ તરીકે) સર્વ વડીલ સાધુઓનું એક એક માત્રક (પરઠવવાનું ભાજન) પરઠવી આપું. ।।૩૩।।
પ્રતિદિવસ કર્મક્ષય માટે ચોવીશ કે વીશ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરું, અથવા કાઉસસ્સગમાં રહી સ્થિરતાથી એટલા પ્રમાણમાં સ્વાધ્યાય-ધ્યાન કરું ।।૩૪।।
મૈં કરણસિત્તરીમાં અભિગ્રહના ચાર ભેદો ગણેલા છે. તે દરરોજ કરવા યોગ્ય હોવાથી આહારાદિ સંજ્ઞાના વિજય માટે સાધુએ (ગૃહસ્થના દેસાવગાસિકની જેમ) પ્રતિદિન દ્રવ્યાદિ અભિગ્રહો ધારવા જોઇએ.