________________
૧૧૧
સંવિગ્નસાધુયોગ્ય નિયમફુલકમ્ रागमये मणवयणे, इक्किक्कं निव्वियं करेमि अहं । कायकुचिट्ठाए पुणो, उववासं अंबिलं वा वि ।।२०।। बेंदियमाईण वहे, इंदियसंखा करेमि निध्वियया । भयकोहाइवसेणं, अलीयवयणमि अंबिलयं ।।२१।। पढमालियाइ न गिण्हे, घयाइवत्थूण गुरुअदिट्ठाणं । दंडगतप्पणगाइ, अदिन्नगहणे य अंबिलयं ।।२२।। एगित्थीहिं वत्तं, न करे परिवाडिदाणमवि तासिं । इगवरिसारिहमुवहि, ठावे अहिगंन ठावेमि ।।२३।। पत्तगदुप्परगाइ, पन्नरस उवरिंनचेव ठावेमि । आहाराण चउण्हं, रोगे वि असंनिहिं न करे ।।२४।।
ત્રણગુપ્તિના પાલન માટે-મન અને વચનથી રાગમય (રાગાકુલ) વિચારું કે બોલું તો હું એક નિવિ કરું અને જો કાયાથી કુચેષ્ટા થાય-ઉન્માદ જાગે તો ઉપવાસ અથવા આયંબિલ કરું. મારો
પહેલા અહિંસા વ્રતમાં-બેઇન્દ્રિય વગેરે ત્રસજીવની વિરાધના-હિંસા મારા પ્રમાદાચરણથી થઇ જાય તો તે તે મરેલા જીવની ઇન્દ્રિયો જેટલી નિવિઓ કરું. બીજા વતમાં ભય, ક્રોધ, લોભ અને હાસ્યાદિકને વશ થઇ જુઠું બોલું તો આયંબિલ કરું. ર૧Tી
ત્રીજા વ્રતમાં-પ્રથમાલિકા (નવકારશી) વિગેરેમાં ઘી, દૂધ વગેરે પદાર્થો ગુરુ મહારાજને દેખાડ્યા વિના વાપરું નહિ. અને બીજા સાધુઓનાં દાંડો, તરાણી વિગેરે ઉપકરણો તેઓની રજા વગર લઉં-વાપરું તો આયંબિલ કરું /રિરી
ચોથા વ્રતમાં-એકલી સ્ત્રીઓ-સાધ્વીઓ સાથે વાર્તાલાપ ન કરું અને તેઓને એકલો (સ્વતંત્ર) ભણાવું નહિ. પાંચમા વ્રતમાં એક વર્ષ ચાલે તેટલી જ ઉપાધિ રાખું પણ એથી અધિક ન રાખું. ભાર૩||
પાત્રા અને કાચલો (ટોક્ષી) વગેરે બધું મળી મારા પોતાના પંદર થી વધુ રાખું નહિ અને બીજા પાસે રખાવું નહિ.
છઠ્ઠા વ્રતમાં-રોગાદિ કારણે પણ અસન, પાન, ખાદિમ, સ્વાદિમ આ ચારે પ્રકારના આહારનો લેશમાત્ર પણ સંનિધિ રાખું નહિ. ર૪ /