________________
૧૦૩
સારસમુચ્ચય ફુલકમ્ अच्छंतु ताव निरया, जं दुक्खं गब्भवासमझंमि । पत्तं तु वेयणिज्जं, तं संपइ तुज्झ वीसरियं ।।१८।। भमिऊण भवग्गहणे, दुक्खाणि य पाविऊण विविहाइं । लब्भइ माणुसजम्मं, अणेगभवकोडिदुल्लभं ।।१९।। तत्थ वि य केइ गब्भे, मरंति बालत्तणंमि तारुन्ने । अन्ने पुण अंधलया, जावज्जीवं दुहं तेसि ।।२०।। अन्ने पुण कोढियया, खयवाहीसहियपंगुभूया य । दारिद्देणऽभिभूया, परकम्मकरा नरा बहवे ।।२१।। ते चेव जोणिलक्खा, भमियव्वा पुण वि जीव ! संसारे । लहिऊण माणुसत्तं, जं कुणसि न उज्जमं धम्मे ।।२२।। इय जाव न चुक्कसि, एरिसस्स खणभंगुरस्स देहस्स । जीवदयाउवउत्तो, तो कुण जिणदेसियं धम्मं ।।२३।।
અરે ! એ નરકોના દુ:ખોની વાત દૂર રહી, આ ભવમાં પણ ગર્ભાવાસમાં જે અશાતા વેદનીયનું દુ:ખ તું પામ્યો હતો તે પણ વર્તમાનમાં તું વીસરી ગયો છે. I૧૮ |
એમ સંસારરૂપી અટવીમાં ભમીને અને વિવિધ પ્રકારના દુ:ખોને પામીને જીવ અનેક ક્રોડો ભવો પછી દુર્લભ એવો મનુષ્ય જન્મ પામે છે. ના૧૯ IT
તેમાં પણ કોઇ તો ગર્ભમાં, કોઇ બાળપણમાં, તો કોઇ તરુણાવસ્થામાં જ મરી જાય છે, કોઇ બીજા જીવે છે તો અંધત્વને કારણે તેઓને જીવનભર દુઃખ હોય છે. સારા
વળી કેટલાક તો કોઢીયા, ક્ષયના વ્યાધિવાળા, કોઇ પાંગળા, કોઇ દારિદ્રયના દુઃખથી પીડાતા અને ઘણા મનુષ્યો બીજાની ચાકરી કરનારા હોય છે. મારા
| હે જીવ ! અતિ દુર્લભ એવું મનુષ્યપણું પામીને પણ જો ધર્મમાં ઉદ્યમ નહિ કરે તો પુનઃ પણ સંસારમાં તે જ ચોરાશી લાખ યોનિઓમાં પરિભ્રમણ કરવું પડશે. રિરા
તેથી જ્યાં સુધી આવા ક્ષણભંગુર શરીરથી તું ચૂક્યો નથી (શરીર છૂટયું નથી) ત્યાં સુધી જીવદયામાં ઉપયોગવાળો થઇને તું શ્રીજિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મની આરાધના કરી લે. રિ૩/T