________________
૧૦૧
સારસમુચ્ચય ફુલકમ્ धम्मं करेह तुरियं, धम्मेण य हुंति सव्वसुक्खाई। सो अभयपयाणेणं, पंचिंदियनिग्गहेणं च ।।६।। मा कीरउ पाणिवहो, मा जंपह मूढ ! अलियवयणाइं । मा हरह परधणाई, मा परदारे मइं कुणह ।।७।। धम्मो अत्थो कामो, अन्ने जे एवमाइया भावा । हरइ हरंतो जीयं, अभयं दितो नरो देइ ।।८।। न य किंचि इहं लोए, जीयाहिंतो जीयाण दइययरं । तो अभयपयाणाओ, न य अन्नं उत्तमं दाणं ।।९।। सो दाया सो तवसी, सो य सुही पंडिओ य सो चेव । जो सव्वसुक्खबीयं, जीवदयं कुणइ खंतिं च ।।१०।। किं पढिएण सुएण व, वक्खाणिएण काई किर तेण । जत्थ न नज्जइ एयं, परस्स पीडा न कायव्वा ।।११।।
માટે હે જીવ ! તું શીધ્ર ધર્મ કર ! ધર્મથી જ સર્વ સુખો પ્રાપ્ત થાય છે. તે ધર્મ સર્વ જીવોને અભયદાન આપવાથી અને પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાથી થાય છે.T૬T
હે મૂઢ ! કોઇ જીવનો વધ ન કર, અસત્ય વચનોને ન બોલ, પારકું ધન લઇશ નહિ અને પરદારા સેવનનો વિચાર પણ કરીશ નહિ. TI૭TI
જે જીવ બીજા જીવને હણે છે તે તેના ધર્મ, અર્થ અને કામ તથા બીજા પણ જે ભાવો છે તેનું પણ હરણ કરે છે અને જે બીજા જીવને અભયદાન આપે છે તે તેને ધર્મઅર્થ-કામ અને એવા બીજા પણ ભાવોનું દાન કરે છે. માટી
આ લોકમાં જીવોને પોતાના જીવનથી વધારે પ્રિય કોઇ વસ્તુ નથી, માટે અભયદાન કરતાં બીજું કોઇ ઉત્તમ દાન નથી. IIT
જે સર્વસુખોના બીજભૂત જીવદયા અને ક્ષમાને ધારણ કરે છે તે જ ખરો દાતાર, તપસ્વી, સુખી છે અને તે જ પંડિત છે. I૧૦ના
બીજાને પીડા ન કરવી” એટલું પણ જ્ઞાન જેમાં નથી તે ભણતરથી, તે શ્રુતથી અથવા તે વ્યાખ્યાન ઉપદેશ થી શું ? TI૧૧ાા