________________
૧૦૭
२३)
સંવિગ્નસાધુયોગ્ય નિયમ કુલકમ્ संविग्नसाधुयोग्यं नियमकुलकम् ।
(ર્તા : શ્રી મુનિસુંદરસૂરિ શિષ્ય શ્રી સોનસ્વરસૂરિ) भुवणिक्कपईवसमं, वीरं नियगुरुपए अनमिऊणं । चिरइअरदिक्खिआणं, जुग्गे नियमे पवक्खामि ।।१।। निअउअरपूरणफला, आजीविअमित्तं होइ पव्वज्जा । धूलिहडीरायत्तण-सरिसा, सव्वेसिं हसणिज्जा ।।२।। तभ्हा पंचायारा-राहणहेउं गहिज्ज इअनिअमे। लोआइकट्ठरूवा, पव्वज्जा जह भवे सफला ।।३।। नाणाराहणहेडं, पइदिअहं पंचगाहपढणं मे । परिवाडीओ गिण्हे, पणगाहाणं च सट्टा य ।।४।। अण्णेसिं पढणत्थं, पणगाहाओ लिहेमि तह निच्चं । परिवाडीओ पंच य, देमि पढंताण पइदियहं ।।५।।
ત્રણ ભુવનમાં એક (અસાધારણ) પ્રદીપ સમાન શ્રીવીરપ્રભુને અને મારા ગુરુનાં ચરણકમળને નમીને દીર્ધ પર્યાયવાળા અને નવદીક્ષિત સાધુઓને યોગ્ય (સુખપૂર્વક વહન કરી શકાય) એવા નિયમો હું કહીશ. TI૧)
યોગ્ય નિયમોના પાલન વિનાની પ્રવ્રજ્યા (દીક્ષા) પોતાનું ઉદરપૂરણ કરવા માટે હોવાથી માત્ર આજીવિકા રુપ છે તેથી આવી દીક્ષા ધૂળેટીના રાજાના જેવી સહુ કોઇને હાસ્યાસ્પદ બને છે. |રા
તે માટે પંચાચાર (જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્યઆચાર)ના આરાધન માટે લોચાદિ કષ્ટોરુપ નિયમો ગ્રહણ કરવા જોઇએ, કે જેથી (આદરેલી) પ્રવ્રજ્યા સફળ થાય. ||૩||
તેમાં જ્ઞાન આરાધના માટે મારે હંમેશાં પાંચ મૂળ ગાથાઓ ભણવી-કંઠસ્થ કરવી અને દરરોજ પાંચ ગાથાઓની અર્થ સહિત ગુરુ પાસેથી વાચના લેવી. II II
વળી હું બીજાઓને ભણવા માટે હંમેશાં પાંચ ગાથાઓ લખું અને ભણનારાઓને હંમેશાં પરિપાટીથી (વિધિપૂર્વક વાચનાથી) પાંચ પાંચ ગાથા આપું. (ભણાવું-અર્થ સમજાવું વિગેરે.) ||પા