________________
૧૦૫
સારસમુચ્ચય કુલકમ્ किं सुमिणदिट्ठपरमत्थ-सुन्नवत्थुस्स करहु पडिबंधं ? । सव्वं पि खणियमेयं, विहडिस्सइ पेच्छमाणाण ।।३०।। संतमि जिणुद्दिढे, कम्मक्खयकारणे उवायंमि । अप्पायत्तंमि न किं, तद्दिटुभया समुज्जेह ।।३१।। जह रोगी कोइ नरो, अइदुसहवाहिवेयणादुहिओ। तदुहनिम्विन्नमणो, रोगहरं वेज्जमन्निसइ ।।३२।। तो पडिवज्जइ किरियं, सुवेज्जभणियं विवज्जइ अपच्छं । तुच्छन्नपच्छभोई, इसी सुवसंतवाहिदुहो ।।३३।। ववगयरोगायंको, संपत्ताऽऽरोग्गसोक्खसंतुट्ठो। बहु मन्नेइ सुवेज्जं, अहिणं देइ वेज्जकिरियं च ।।३४।।
સ્વપ્નમાં દેખેલી, પરમાર્થથી શૂન્ય વસ્તુમાં પ્રતિબંધ (રાગ) શા માટે કરે છે ? ધન, કુટુંબ, શરીર આદિ ક્ષણિક હોવાથી જોત જોતામાં તે નાશ પામી જશે. ૩૦
શ્રી જિનોપદિષ્ટ કર્મક્ષય કરવાનો ઉપાય આત્માને સ્વાધીન હોવા છતાં તથા તે. કર્મોનો ભય પ્રત્યક્ષ જોવા જાણવા છતાં હે જીવ ! તેનો ક્ષય કરવાના ઉપાયોમાં ઉદ્યમ કેમ કરતો નથી ? T૩૧ાા
જેમ અતિ દુઃસહ વ્યાધિની વેદનાથી દુઃખી થયેલો કોઇ રોગી મનુષ્ય, તે દુ:ખથી કંટાળેલા મનવાળો રોગને મટાડનારા વૈદ્યને શોધે છે. ૧૩૨TT
તે પછી ઉત્તમ વૈદ્ય કહેલી ક્રિયા-ચિકિત્સાને સ્વીકારે છે, અપથ્ય ભોજનનો ત્યાગ કરે છે અને તુચ્છ (હલકું) અન્ન અને પથ્યનું ભોજન કરે છે. એમ કરવાથી વ્યાધિનું દુ:ખ શાન્ત થાય છે. [૩૩]
રોગની પીડા સંપૂર્ણ દૂર થયા પછી પ્રાપ્ત થએલા આરોગ્ય સુખથી સંતુષ્ટ થએલો તે ઉત્તમ વૈદ્યનું બહુમાન કરે છે અને પોતાને આધીન-આશ્રિત બીજા સ્વજનાદિને પણ એ વૈદ્યની ચિકિત્સા કરાવે છે. ૩૪