________________
શ્રી કુલક સમુચ્ચય
२२
नरनरवइदेवाणं, जं सोक्खं सव्वमुत्तमं लोए ।
तं धम्मेण विढप्पड़, तम्हा धम्मं सया कुणह ।। १ ।।
''
उच्छुन्ना किं च जरा ? नट्ठा रोगा य किं मयं मरणं ? | ठइयं च नरयदारं ? जेण जणो कुणइ न य धम्मं ||२ जाइ जो मरिज्ज, पेच्छइ लोओ मरंतयं अन्नं न य कोइ जए अमरो, कह तह वि अणायरो धम्मे ? ।। ३ ।।
सारसमुच्चय कुलकम्
जो धम्मं कुइ नरो, इज्जइ सामिउ व्व लोएण । दासो पेसो व्व जहा, परिभूओ अत्थतल्लिच्छो ॥ ४ ॥
इय जाणिऊण एयं, वीसंसह अत्तणो पयत्तेण । जो धम्माओ चुक्को, सो चुक्को सव्वसुक्खाणं ।। ५ ।।
૧૦૦
આ લોકમાં મનુષ્યો, રાજાઓ કે દેવોને જે કંઇ સર્વોત્તમ સુખ મળે છે તે ધર્મથી જ મળે છે માટે હે ભવ્યજીવો સદા ધર્મની આરાધના કરો. ।।૧।।
શું વૃદ્ધાવસ્થાને કચડી નાખી છે ? શું રોગો નાશ પામી ગયા છે ? શું મરણ મરી ગયું છે ? અને શું નરકનું દ્વાર બંધ થઇ ગયું છે ? કે જેથી જીવ ધર્મ નથી કરતો. (અર્થાત્ જ્યાં સુધી એ ભય ઉભા છે ત્યાં સુધી ધર્મ ક૨વો એ જ સાર છે.) રા
જીવ જાણે છે કે પોતાને મરવાનું છે, બીજાને મરતો જુવે પણ છે અને જગતમાં (જન્મેલો) કોઇ અમર નથી, એ પરમ સત્ય છે તો પણ ધર્મમાં અનાદ૨ કેમ છે ? ।।૩।।
જે મનુષ્ય ધર્મ કરે છે, તે લોકો વડે સ્વામીની જેમ પૂજાય છે, (અર્થાત્ લોકો તેને પોતાનો સ્વામી માનીને પૂજે છે) અને જે એક માત્ર અર્થ (ધન)માં તલ્લીન છે તે દાસ અને પ્રેષ્ય-નોકરની માફક લોકોમાં તિરસ્કારને પામે છે. |૪||
એ પ્રમાણે જાણીને પોતાના પ્રયત્નથી કે જીવ ! એને-ધર્મનાં કષ્ટોને વિશેષતયા સહન ક૨ ! (કારણ કે) જે ધર્મથી ચૂકે છે તે સર્વ સુખોથી વંચિત રહે છે. ।।૫।।