SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી કુલક સમુચ્ચય जो पहरइ जीवाणं, पहरइ सो अत्तणो सरीरंमि । अप्पाण वेरिओ सो, दुक्खसहस्साण आभागी ।।१२।। जं काणा खुज्जा वामणा य, तह चेव रूवपरिहीणा । उप्पज्जंति अहन्ना, भोगेहिं विवज्जिया पुरिसा ।।१३।। इय जं पाविति य दुहसयाइंजणहिययसोगजणयाइं । तं जीवदयाए विणा, पावाण वियंभियं एयं ।।१४।। जं नाम किंचि दुखं, नारयतिरियाण तह य मणुयाणं । तं सव्वं पावेणं, तम्हा पावं विवज्जेह ।।१५।। सयणे धणे य तह परियणे य जो कुणइ सासया बुद्धी । अणुधावंति कुढेणं, रोगा य जरा य मच्चू य ।।१६।। नरए जिय ! दुस्सहवेयणाउ, पत्ताउ जाओ पइं मूढ !। जड़ ताओ सरसि इन्हिं, भत्तं पि न रुच्चए तुज्झ ।।१७।। જે અન્ય જીવો પર પ્રહાર કરે છે તે પરમાર્થથી પોતાના જ શરીર પર પ્રહાર કરે છે. પોતાના જ આત્માનો વૈરી એવો તે હજારો દુ:ખોનો ભોગવનારો બને છે. II૧રી/ જગતમાં જે પુરુષો કાણા, કુબડા, વામણા, તથા રુપ વિનાના ઉત્પન્ન થાય છે અને નિર્ધન તથા ભોગ સામગ્રીથી રહિત હોય છે, તથા મનુષ્યના હૃદયમાં શોક થાય તેવાં સેંકડો દુ:ખો પામે છે તે જીવદયાથી રહિત પાપોનું પરિણામ છે. '૧૩-૧૪|| વધારે શું કહીએ ? નારકોને, તિર્યંચોને કે મનુષ્યોને જે કાંઇ થોડું પણ દુ:ખ પડે છે તે સર્વ પાપના કારણે જ ભોગવવું પડે છે, માટે પાપનો ત્યાગ કરો. TI૧૫T સ્વજનમાં, ધનમાં, તથા પરિવારમાં શાશ્વત બુદ્ધિ જે રાખે છે તેની પાછળ (ગુનેગારની પાછળ રાજ સુભટોની જેમ) રોગો, વૃદ્ધાવસ્થા અને મરણ દોડે છે. ૧૬ // હે મૂઢ જીવ ! તે કાળે તે નરકમાં જે દુસ્સહ દુ:ખોને ભોગવ્યાં તેને જો અત્યારે તું યાદ કરે તો તને ભોજન કરવું પણ ન ગમે ! TI૧૭ |
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy