________________
સંવેગમંજરી કુલકમ્
૮૧
कोडिं वराडिअकए, हारेसि दहेसि चंदणतरुंपि । છાર વિિિસ ઞ, તોા ઋપ્પતરું મૂઢ ! પ્Ī] जं विसमविससरिच्छेसु, तुच्छविसएसु लालसो होउं । न करेसि सिववहू संगमिक्कदूअं तवं विउलं ||६॥ जलपडिबिंब अतरुअरफलेहिं को णाम पाविओ तित्तिं ? सुमिणोवलद्धअत्थेण, ईसरो को व संजाओ ? ।। ७ । । कस्सवि निब्बीआई, सित्ते रोहंति सयलसस्साई ? જો વા ધમેળ વિળા, વિ માયાં હોડ઼ સુવાળું ? ।।૮।। सत्तोवि तवं तविउं, सुअं च पढिउं चरित्तमवि चरिउं । जइ न तवसि न पढसि, नेव चरसि सुहलालसो संतो ।।९।। ता किं थिरचित्तो, सत्तुमित्तमयं विहाय खणमेगं । ભાવેસિ ભાવળ નેવ, નીવ !નિર્જાગ્ગ
યાવિ ? ।।o ૦।।
એક કોડી માટે કરોડ રુપિયા ખર્ચી નાંખવા, રાખ માટે ચંદનવૃક્ષને જલાવી દેવું, ઘાસની ભારી માટે કલ્પવૃક્ષને વેચી નાંખવું-આના જેવી મુર્ખાઇ તું કરે છે,
જો તું ભયંક૨ વિષ સમાન એવા તુચ્છ વિષયોમાં આશક્ત થઇને શિવવધૂ સાથે મિલન કરાવનાર એક માત્ર દૂત સદશ એવા તપ ત્યાગને નથી કરતો. ।।૫-૬।।
જળમાં પ્રતિબિંબિત વૃક્ષફળોથી કોઇનું પેટ ભરાયું હોય એવું હજુ સુધી બન્યું છે ખરું ? સ્વપ્નમાં કમાવેલા પૈસાથી કોઇને પૈસાદાર થયો જાણ્યો છે ? ।।૭।।
બીજ વાવ્યા વિના માત્ર પાણી પાઇને કોઇએ ખેતરમાં અનાજ પકવ્યું હોય તેવું સાંભળ્યું છે ? તો પછી ધર્મ વિના કોઇ સુખી થઇ જાય એ કઇ રીતે શક્ય બને ? ।।૮।। જો તું સુખની લાલસાવાળો હોવાથી તપશ્ચર્યા ક૨વાની, જ્ઞાનોપાર્જન કરવાની અને સંયમપાલનની શક્તિ તારામાં હોવા છતાં (સુખમાં આસક્ત બનીને જો તું) આરાધના કરતો નથી-તપ નથી કરતો, ભણતો નથી, સંયમ પાળતો નથી,
તો હે નિર્લજ્જ જીવ ! એક ક્ષણ માટે છેવટે સ્થિર ચિત્તવાળો થઇ શત્રુ-મિત્ર પર સમભાવવાળો થઇ ક્યારે ય ભાવના પણ કેમ નથી ભાવતો ?
(તાત્પર્ય : તું સુખશીલિયો હોઇ કષ્ટ સાધ્ય તપ વગેરે ન કરે તે તો સમજ્યા પણ જેમાં કશું કષ્ટ નથી પડતું એવી ભાવના પણ કેમ નથી ભાવતો ?) ।।૯-૧૦।।