________________
૮૩
સંવેગમંજરી કુલકમ્ चिंतेसि न उण एअं, अणंतसो सुरनरेसु सुक्खाई। પત્તારૂં તારૂં સરશિ, મધ મUTTwifપરે પવિ ! ૨૭ના जइ पुण ताइं थेवंपि, सरसि ता नेव तुज्झ दुहभारो। कुरुचंदस्स व देहे, गेहे भुवणिव्व माइज्जा ।।१८।। रे मूढ ! तुम अकज्जे, लीलाइ चहुट्टए जहा चित्तं । तह जइ कज्जेवि तओ, हविज्ज कइयावि नो दुक्खं ।।१९।। राईइ अंधयारे, विदूर-देसट्ठियस्स लीलाए । जह रागवसेण फुडं, पिअस्स निव्वन्नसे रूवं ।।२०।। तह जइ कयावि कहमवि, कहिपि ईसिपि परमपुरिसाणं । मुहकमलं पिच्छसि, लहसि नूण ता सयल-सुक्खाई ।।२१।। आमूलाओ सोअग्गिणावि दड्डस्स तुज्झ रे जीव ? उम्मीलंति सया, रागपल्लवा नवनवा चेव ।।२२।।
પણ તું જરાય વિચારતો નથી કે આવા અને આના કરતાંય સારા સુખો દેવ અને મનુષ્યના ભવોમાં તું અનંતીવાર પ્રાપ્ત કરી ચૂક્યો છે. તું એ સુખોને મનમાં જરાય યાદ પણ કરતો નથી. ||૧૭ |
કદાચ આમાંનું જરાપણ તને યાદ આવી જાય તો કુરુચંદ્રની જેમ તારો દુ:ખનો ભાર (અફસોસ) એટલો વધી જાય કે તનમાં, મનમાં કે ત્રણ ભુવનમાં પણ એ સમાય, નહીં. ૧૮
હે મૂઢ આત્મન્ ! અકાર્યમાં-નકામી વાતોમાં તારુ મન જેવી રીતે સહેજ માત્રમાં ચોંટી જાય છે તેવી રીતે કે સત્કાર્યોમાં ચોંટતું હોત તો ક્યારે ય દુ:ખી થવાનો વારો ન આવત. ||૧૯Tી
અંધારી રાત્રે પણ તારા પ્રિયજનની આકૃતિને તું દૂરથી ય ઓળખી લેતો હોય છે કેમકે અનુરાગને કારણે જાણે એ તારી આંખોમાં વસી ગઇ હોય છે. ર૦I
મહાપુરુષોના મુખકમલને જોતા જો એવો જ થોડો પણ અનુરાગ ક્યારેક, ક્યાંક, કોઇપણ રીતે હૈયામાં આવી જાય તો જીવનમાં સાચું સુખ પ્રાપ્ત થઇ જશે. રિલા
હે જીવ ! પગથી માથા સુધી તું શોક-સંતાપની આગમાં જલતો રહે છે છતાંય તારા મનમાં રાગની નવી નવી કુંપળો ફુટતી જ રહે છે. રિરા