________________
૯૧
सप्पसरिसवमज्झे, वानरमज्जारसुणहसरहेसु । जे जीवा वेलविया, दुक्खत्ता ते वि खामेमि ।। ११ ।। सदूलसीहगंडय - जाइसुं जीवघायजणिआसुं । जे ववन्त्रेण मए, विणासिया ते वि खामेमि ।।१२।। ओलावगिद्धकुक्कुड-हंसबगाइसुं सउणजाइसु । ને છુત્ત્તવમેળ દ્વન્દ્વા, િિમમાફ તેવિ ગ્રામેમિ ।।૨રૂ।। मसु वि जे जीवा, जीब्भिंदियमोहिएण मूढेण । પારદ્ધિમંતેળ, વિળાસિયા તેવિ સ્વામેમિ ।।૨૪।। फासगढिएण जे च्चिय, परदाराइसु गच्छमाणेणं । जे दूमिय दूहविया, ते वि य खामेमि तिविहेणं ।। १५ ।।
શ્રી ખામણા કુલકન્
સર્પ વિગેરે સરિસૃપ એટલે ઉ૨:પરિસર્પની યોનિઓમાં, વાનર, બિલાડા, કુતરા, શરભ (અષ્ટાપદ જાતિના શિકારી પશુ) વિગેરે ઉત્પન્ન થયેલાં મેં જે જે જીવોને હેરાન કર્યા કે દુ:ખી કર્યા હોય તેઓને પણ ખમાવું છું. ||૧૧||
તેમાં પણ વાઘ, સિંહ, ગેંડા વિગેરેની જીવઘાતક જાતિઓમાં ઉત્પન્ન થયેલા મેં જે જે જીવોનો નાશ કર્યો તેઓને પણ ખમાવું છું. ।।૧૨।।
ખેચર તિર્યંચમાં બાજ (શ્લેન), ગીધ, કુકડા, હંસ, બગલા વિગેરે પક્ષિઓની જાતિઓમાં ઉત્પન્ન થયેલા મેં ભૂખને વશ થઇને જે જે કૃમિ વિગેરે જીવોને ખાધા-મારી નાખ્યા હોય તેઓને પણ ખમાવું છું. ।।૧૩।|
મનુષ્યભવમાં પણ જીહ્વા ઇન્દ્રિયને વશ થયેલા મૂઢ મારા જીવે શિકારાદિ ખેલતાં જે જે જીવોનો નાશ કર્યો હોય, તેઓને પણ ખમાવું છું. ।।૧૪ ||
સ્પર્શને વશ થએલા મેં પરદારા-વેશ્યા આદિના મૈથુન સેવતાં જે જે જીવોને સંતાપ પરિતાપ ઉપજાવ્યો, અપ્રીતિ ઉપજાવી, દુ:ખી કર્યા હોય તેઓને પણ હું ત્રિવિધે ખમાવું છું. ।।૧૫।।