________________
૯૫
નં ળજ્ઞ અવર નું, વેર વ
सव्वे खमंतु मज्झं, अहं पि तेसिं खमेमि सव्वेसिं । ળ માથો ।।રૂ।। नय कोइ मज्झ वेसो, सयणो वा एत्थ जीवलोगंमि । दंसणनाणसहावो, एक्को हं निम्ममो निच्चो ।। ३४।। जिणसिद्धा सरणं मे, धम्मो य मंगलं परमं । जिणनवकारो पवरो, कम्मक्खयकारणं होउ ।। ३५ ।। इय खामणा उ एसा, चउगइमावन्नयाण जीवाणं । भावविसुद्धीए महं, कम्मक्खयकारणं होउ ।। ३६।।
શ્રી ખામણા કુલકર્
એ સર્વ જીવો મને ક્ષમા આપો, હું પણ તેઓએ કોઇએ પણ મારો જે અપરાધ કર્યો હોય, તે તેઓના સર્વ અપરાધોને હું પણ વૈરભાવ છોડીને મધ્યસ્થ ભાવે ખમાવું છું. ||૩૩||
આ જીવલોકમાં કોઇ મારો શત્રુ નથી અથવા કોઇ મારો સ્વજન નથી. (મારો આત્મા) દર્શન જ્ઞાનમય સ્વભાવવાળો, નિર્મમ અને નિત્ય (શાશ્વત) હું એકલો જ છું. ।।૩૪।।
શ્રી જિનેશ્વરદેવો, શ્રી સિદ્ધભગવંતો તથા સાધુ ભગવંતો અને જિનકથિત ધર્મ એ ચારનું મારે શરણ છે, એ જ ચા૨ મારે પરમ મંગળ છે. શ્રેષ્ઠ એવો શ્રી જિનેશ્વરોનો નમસ્કાર મહામંત્ર મારા કર્મક્ષયનું કારણ બનો. ।।૩૫।।
એ રીતે કરેલી આ ક્ષમાપના ચારે ગતિઓમાં ભમતા જીવોને ભાવ વિશુદ્વિનું અને મને કર્મક્ષયનું કારણ બનો અથવા ચાર ગતિમાં રહેલા જીવોની સાથે ભાવ વિશુદ્ધિપૂર્વક કરેલી આ ક્ષમાપના મારા આત્માને કર્મક્ષયનું કારણ બનો-મારાં કર્મોનો ક્ષય કરો. ।।૩૬।।