________________
૯૩
'
परलोगनिप्पिवासो, जीवाण सयाऽवि घायणपसत्तो । નં નામો વુદ્દેન, નીવાળું તં ત્તિ સ્વામેમિ ।।૨૨।। आरियखित्ते वि मए, खट्टिगवागुरियडुम्बजाइसु ।
वि या जियसंघा, ते वि य तिविहेण खामेमि ।। २३ ।।
'
मिच्छत्तमोहिएणं, जे वि हया के वि मंदबुद्धिए । अहिगरणकारणेणं, वहाविआ ते वि खामेमि ।। २४ ।। दवदाणपलीवणयं, काऊणं जे जीवा मए दड्ढा । सरदहतलायसोसे, जे वहिया ते वि खामेमि ।। २५ ।। सुहदुल्ललिएण मए, जे जीवा केइ भोगभूमिसु । અંતરવીનેનું વા, વિળાસિયા તેવિ દ્વ્રામેમિ ।।૨૬।।
શ્રી ખામણા કુલકન્
(તે મ્લેચ્છના ભવોમાં) પરલોકની દરકાર વિનાનો અને જીવોની હિંસા કરવામાં સદૈવ વ્યસની બનેલો હું જે જે જીવોને દુ :ખનું કારણ બન્યો તે સર્વને પણ ખમાવું છું.
||૨||
આર્ય ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલા પણ મેં કસાઇ, પારધિ, ચંડાળ વિગેરે જાતિઓમાં જન્મીને જે અનેક પ્રકારના જીવોને હણ્યા હોય તેઓને પણ ત્રિવિધે ખમાવું છું. ।।૨૩।। મિથ્યાત્વથી મૂઢ બનેલા મંદ બુદ્ધિવાળા મેં પરસ્પર કલહ (ક્રોધાદિ કષાયો) કરાવીને બીજાઓ દ્વારા જે જે જીવોને મરાવ્યા, તેઓને પણ ખમાવું છું. ।।૨૪।।
દાવાનળ સળગાવીને જે જે જીવોને મેં બાળ્યા હોય તથા સરોવરો, દ્રહો અને તળાવો વિગેરેમાં પાણી સૂકાવીને (તેમાં રહેનારા માછલાં, દેડકાં વિગેરે અનેક જાતિના) જીવોને હણ્યા, તેઓને પણ ખમાવું છું. ।।૨૫||
ભોગભૂમિ એટલે યુગલિક ક્ષેત્રોમાં અથવા અંતર્દીપોમાં મનુષ્ય બનેલા મેં સુખમાં છકી જઇને જે જીવોનો નાશ કર્યો હોય, તેઓને પણ ખમાવું છું. ।।૨૬।।