________________
શ્રી કુલક સમુચ્ચય
देवत्ते वि य पत्ते, केलिपओसेण लोहबुद्धीए । ને વૃદ્ઘવિયા સત્તા, તેવિ ય હામેમિ સવ્વુવિ।।૨૭।। भवणवइणं मज्झे, आसुरभावम्मि वट्टमाणेणं । निद्दयहणणमणेणं, जे दूमिया ते वि खामेमि ।। २८ ।। वंतररूवेणं मए, केलीकिलभावओ य जं दुक्खं । जीवाणं संजणियं, तंपि य तिविहेण खामेमि ।। २९ ।।
'
जोइसिएस गएणं, विसयामिसमोहिएण मूढेणं । जोकोविकओ दुहिओ, पाणी मे तं पि खामेमि ।। ३० ।।
'
पररिद्धिमच्छरेणं, लोहनिबुड्डेण मोहवसगेणं । अभियोगिएण दुक्खं, जाण कयं ते वि खामेमि ।। ३१ ।। इय चउगइमावन्ना, जे के वि य पाणिणो मए वहिया । તુમ્હે વા સંવિયા, તે વામેમો અહં સવ્વુ ।।રૂર।।
૯૪
દેવપણામાં ઉત્પન્ન થયેલા એવા મેં કુતૂહલ (કામક્રીડા) અને દ્વેષથી, લોભ બુદ્ધિએ જે જે જીવોને દુ:ખી કર્યા-સંતાપ્યા તે સર્વને પણ હું ખમાવું છું. ।।૨૭।। તેમાં-ભવનપતિમાં અતિ કુપિતભાવમાં વર્તતા એવા મેં નિર્દય અને હિંસક મનથી જે જે જીવોને દુ:ખી કર્યા-પરિતાપ ઉપજાવ્યો હોય તેઓને પણ ખમાવું છું. ।।૨૮।। વ્યંતર દેવના રુપમાં ક્રીડાપ્રિય સ્વભાવથી મેં અન્ય જીવોને જે જે દુ :ખ ઉત્પન્ન કર્યું હોય તેને પણ ત્રિવિધે ખમાવું છું. ।।૨૯।।
જ્યોતિષ્ક દેવપણાને પામેલા વિષયઆસક્તિથી મુંઝાએલા મૂઢ એવા મેં જે કોઇ જીવને દુ:ખી કર્યો હોય તેને પણ ખમાવું છું. ||30||
દેવગતિમાં આભિયોગિકદેવ થયેલા મેં બીજા દેવોની ઋદ્ધિમાં ઇર્ષ્યા કરીને, લોભને વશ થઇને, મોહધીન થઇને જેઓને દુ :ખ દીધું તેઓને પણ ખમાવું છું. ।।૩૧।। એમ ચારે ગતિમાં પરિભ્રમણ કરતા જે જે જીવોને મેં હણ્યા. અથવા દુ :ખમાં નાખ્યા હોય તે સર્વને હું ખમાવું છું. ।।૩૨।।