________________
૯O
શ્રી કુલક સમુચ્ચય जं किं पि मए तइया, कलंकलीभावमागएण कयं । दुक्खं नेरइयाणं, तं पि य तिविहेण खामेमि ।।६।। तिरियाणं चिय मज्झे, पुढवीमाइसु खारभेएसु। अवरोप्परसत्येणं, विणासिया ते वि खामेमि ।।७।। बेइंदियतेइंदिय-चउरिंदियमाइणेगजाइसु । जे भक्खिय दुक्खविया, ते वि यतिविहेण खामेमि ।।८।। जलयरमज्झगएणं, अणेगमच्छाइरूवधारेणं । आहारट्ठा जीवा, विणासिया ते वि खामेमि ।।९।। छिन्ना भिन्ना य मए, बहुसो दुद्वेण बहुविहा जीवा । जे जलमज्झगएणं, ते वि य तिविहेण खामेमि ।।१०।।
હું નરકમાં ઉપજ્યો ત્યારે કલકલીભાવ-દુઃખની અકળામણને વશ થઇને મેં ત્યાં નારકીઓને જે કોઇ પણ જાતનું દુઃખ દીધું હોય, તે સર્વ જીવોને હું મન-વચનકાયાથી ખમાવું છું. Iી૬
જ્યારે હું તિર્યચપણે “ખારી-મીઠી’ વિગેરે વગધ-રસ-સ્પર્શાદિ ભેટવાળા પૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થયો, ત્યારે જેમકે-ખારા પાણીમાં ઉત્પન્ન થયો, ત્યારે મીઠા પાણીના જીવોને, ઉણ પાણીમાં ઉત્પન્ન થઇને શીત પાણીના જીવોને, કાળી માટીમાં ઉત્પન્ન થઇને લાલ માટીના જીવોને, ઇત્યાદિ પરસ્પર શસ્ત્ર રૂપે જે જે જીવોનો નાશ કર્યો તેઓને પણ ખમાવું છું. I૭//
બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય આદિ વિવિધ અનેક જાતિઓમાં ઉત્પન્ન થયેલા મેં જે જે જીવોનાં ભક્ષણ કર્યા, દુઃખી કર્યા, તેઓને પણ ત્રિવિધ ખમાવું છું. સાદા'
પંચેન્દ્રિય તિર્યંચમાં-જળચર તરીકે મચ્છ વિગેરે અનેક જાતિનાં રૂપ ધારણ કરીને (તે તે યોનિઓમાં જન્મ પામીને) આહાર માટે અનેક જીવોનો વિનાશ કર્યો હોય તેઓને પણ ખમાવું છું. મા
જલચરપણાને પામીને દુષ્ટ એવા મેં બહુવાર ઘણી જાતિના જે જે જીવોનું છેદન-ભેદન કર્યું હોય તે સર્વને પણ ત્રિવિધ ખમાવું છું. ||૧૦||