________________
દશશ્રાવક ફલકમ્ आलंभियानयरीए, नामेणं चुल्लसयगओ सड्ढो । बहुला नामेण पिया, रिद्धी से कामदेवसमा ।।६।। कंपिल्लपट्टणम्मि, सड्ढो नामेण कुंडकोलियओ। पुस्सा पुण जस्स पिया, विहवो सिरिकामदेवसमो ।।७।। सद्दालपुत्तनामो, पोलासम्मि कुलालजाईओ। भज्जा य अग्गिमित्ता, कंचणकोडीण से तिनि ।।८।। चउवीस कणयकोडी, गोउल अद्वेव रायगिहनयरे । સયો.મન્ના તેરસ, રેવર સેકોડીગો ગાવા सावत्थीनयरीए, नंदणिपिय नाम सड्ढओ जाओ। अस्सिणिनामा भज्जा, आणंदसमो य रिद्धिए ।।१०।। सावत्थीवत्थव्वो, लंगतपिय सावगो. य जो पवरो। फग्गुणिनामकलत्तो, जाओ आणंदसमविहवो ।।११।।
આલંભિકા નગરીમાં ચુલ્લશતક નામે શ્રી મહાવીરનો શ્રાવક થયો. તેને બહુલા નામની સ્ત્રી અને કામદેવ શ્રાવકના જેટલી રિદ્ધિ હતી.
કાંપિલ્યપુરમાં કુંડકોલિક નામે શ્રી મહાવીરનો શ્રાવક હતો તેને પુષ્પા નામે સ્ત્રી અને કામદેવ શ્રાવકના સમાન વૈભવ હતો. [૭]
પોલાસપુરમાં સદ્દાલપુત્ર નામનો કુંભાર જાતિનો શ્રી મહાવીરનો શ્રાવક થયો. તેને અગ્નિમિત્રા નામે સ્ત્રી અને ત્રણ ક્રોડ સોનામહોરો હતી. III
રાજગૃહી નગરીમાં ચોવીસ ક્રોડ સોનૈયા અને આઠ ગોકુળવાળો શતક નામે શ્રી મહાવીરનો શ્રાવક હતો તેને રેવતી આદિ તેર સ્ત્રીઓ હતી, તેમાં રેવતી આઠ ક્રોડ સોના મહોર અને બાકીની એક એક કોડ લાવી હતી. ૯ //
શ્રાવસ્તી નગરીમાં નંદિનીપ્રિય નામે શ્રી મહાવીરનો શ્રાવક થયો, તેને અશ્વિની નામે સ્ત્રી હતી અને તે ઋદ્ધિમાં આનંદ શ્રાવકની સમાન હતો. |૧
શ્રાવસ્તી નગરીમાં વસતો લોકપ્રિય (ઉવાસ દસાઓ સૂત્ર પ્રમાણે “સાલિહીપિયા') નામે શ્રી મહાવીરનો શ્રેષ્ઠ શ્રાવક થયો, તેને ફલ્ગની નામે સ્ત્રી હતી, તે વૈભવમાં આનંદ શ્રાવક સરખો હતો. ||૧૧||