________________
૭૯
શ્રી કર્મ કુલકમ્ नावारूढस्स उवसग्गो, वद्धमाणस्स दारुणो । सुदाढाओ कहं हुंतो ? न हुँतं जइ कम्मयं ।।१९।। पासनाहस्स उवसग्गो, गाढो तित्थंकरस्स वि । कमठाओ कहं हुंतो ? न हुंतं जइ कम्मयं ।।२०।। अणुत्तरा सुरा साया-सुक्खसोहग्गलीलया । कहं पावंति चवणं? न हुँतं जइ कम्मयं ।।२१।।
જો કર્મ ન હોત તો નાવમાં બેઠેલા શ્રી વર્ધ્વમાનસ્વામીને સુદંષ્ટ્ર યક્ષથી ભયંકર ઉપસર્ગ કેમ થાત ? T૧૯ Iી
તીર્થંકર પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનને કમઠથી ભયંકર ઉપસર્ગ થયો, તે જો કર્મ ન હોય તો કેમ બને ? ૨૦IT.
અનુત્તર વિમાનવાસી દેવો કે જેઓ શાતાવેદનીય સુખ અને સૌભાગ્યની સામગ્રીથી યુક્ત હોય છે, તે પણ ત્યાંથી ચ્યવીને મૃત્યુલોકમાં આવે છે, તે જો કર્મ ન હોય તો કેમ બને ? રિવા!