________________
૭૭
શ્રી કર્મ કુલકમ્ सीसा उ खंदगस्सावि, पीलिज्जंता तया कहं ? । जं तेण पालएणावि, न हुंतं जइ कम्मयं ।।७।। सणंकुमारपामुक्ख-चक्किणो वि सुसाहुणो । वेयणाओ कहं हुंतो ? न हुंतं जइ कम्मयं ।।८।। कोसंबीए नियंठस्स, दारुणा अच्छिवेयणा । धणिणो वि कहं हुंता ? न हुंतं जइ कम्मयं ।।९।। नमिस्संतो महादाहो, नरिंदस्सावि दारुणो । महिलाए कहं हुँतो ? न हुंतं जइ कम्मयं ।।१०।। अंधत्तं बंभदत्तस्स, सुदेहस्सावि दुस्सहं । चक्किस्सावि कहं हुंतं ? न हुंतं जइ कम्मयं ।।११।। नीयगुत्ते जिणिंदो वि, भूरिपुण्णो वि भारहे। ऊपज्जंतो कहं वीरो ? न हुंतं जड़ कम्मयं ।।१२।।
જો કર્મ ન હોત તો તે વખતે નંદકસૂરિના શિષ્યો પાલક મંત્રીથી પીલાયા તે કેમ પીલાયા ? ||૭||
જો કર્મ ન હોત તો સનકુમાર ચક્રવર્તી વિગેરે ઉત્તમ સાધુઓને પણ વેદનાઓ થઇ તે કેમ થઇ ? ||૮||
નિગ્રંથ (અનાથી મુનિ) કે જેઓ પૂર્વાવસ્થામાં કૌશાંબી નગરીમાં ઘણા ઘનવાન હતા છતાં પણ ભયંકર નેત્ર પીડા થઇ હતી તેનું કારણ શું ? TI૯ ||
નમિરાજર્ષિ જેવા પણ નરેન્દ્રને પોતાની સ્ત્રીઓનાં પણ કંકણોનો અવાજ સહન ન થાય તેવો અંતર્દાહ થયો, તે કર્મ ન હોય તો કેમ થઇ શકે ? ૧૦
સુંદર શરીરવાળા એવા પણ બ્રહ્મદત્ત ચક્રવર્તીને દુસ્સહ અંધપણું પ્રાપ્ત થયું, તે કર્મ ન હોત તો કેમ થાત ? ||૧૧||
ભરત ક્ષેત્રમાં તીર્થંકર નામકર્મરુપ મહાન પુણ્યવાળા જિનેન્દ્ર પણ શ્રીમહાવીર નીચ ગોત્રમાં ઉત્પન્ન થયા, તે કર્મ ન હોય તો કેમ બને ? | ૧૨