________________
૭૮
શ્રી કુલક સમુચ્ચય अवंतीसुकुमालो वि, उज्जेणीए महायसो। कहं सिवाइ खज्जंतो ? न हुंतं जइ कम्मयं ।।१३।। सईए सुद्धसीलाए, भत्तारा पंच पंडवा । दोवईए कहं हुंता ? न हुँतं जइ कम्मयं ।।१४।। मियापुत्ताइजीवाणं, कुलीणाण वि तारिसं । महादुक्खं कहं हुंतं ? न हुंतं जइ कम्मयं ।।१५।। वसुदेवाईणं हिंडी, रायवंसोब्भवाण वि । तारुण्णे वि कहं हुंता ? न हुँतं जइ कम्मयं ।।१६।। वासुदेवस्स पुत्तो वि, नेमिसीसो वि ढंढणो । अलाभिल्लो कहं हुंतो ? न हुंतं जइ कम्मयं ।।१७।। कण्हस्स वासुदेवस्स, मरणं एगागिणो वणे । भाउयाओ कहं हुंतं ? न हुँतं जइ कम्मयं ।।१८।।
ઉજ્જયિની નગરીમાં મોટા યશવાળા પણ અવંતીસુકુમારનું શિયાળણીએ ભક્ષણ કર્યું, તે કર્મ ન હોય તો કેમ બને ? ૧૩
પવિત્ર શીયળવાળી સતી એવી પણ દ્રૌપદીને પાંચ પાંડવો પતિ થયા, તે જો કર્મ ન હોય તો કેમ બને ? Tી૧૪
કુલીન એવા પણ મૃગાપુત્ર વિગેરે અનેક જીવોને તે તે પ્રકારનું તીવ્ર દુ:ખ પડ્યું, તે તેવા પ્રકારનું કર્મ ન હોય તો કેમ બને ? ||૧૧
જો કર્મ ન હોત તો, રાજાના વંશમાં ઉત્પન્ન થએલા પણ વસુદેવાદિને યોવન અવસ્થામાં પણ કેમ ભટકવું પડત ? ||૧૬ IT | વાસુદેવના પુત્ર અને શ્રીનેમિનાથ પ્રભુના શિષ્ય છતાં પણ ઢણ ષિને છે મહિના સુધી આહાર ન મળ્યો, તે તેવું કર્મ ન હોય તો કેમ બને ? ||૧૭ ||
જો કર્મ ન હોય તો વનમાં એકલા પડેલા કૃષ્ણ વાસુદેવનું પોતાના જ ભાઇથી મરણ કેમ થાત ? T૧૮ ||