________________
શ્રી કુલક સમુચ્ચય
गोबंभगब्भगब्भिणी- बंभिणीघायाइ गुरुअपावाई । काऊण वि कणयं पिव, तवेण सुद्धो दढप्पहारी ।। ६ ।। पुव्वभवे तिव्वतवो, तविओ जं नंदिसेण महरिसिणा । वसुदेवो तेण पिओ, जाओ खयरीसहस्साणं ।।७।। देवा वि किंकरतं, कुणंति कुलजाइविरहिआणंपि । तवमंतपभावेणं, हरिकेसबलस्स व रिसिस्स ।। ८ ।। पडसयमेगपडेणं, एगेण घडेण घडसहस्साइं । जं किर कुति मुणिणो, तवकप्पतरुस्स तं खु फलं ।। ९ ।। अनिआणस्स विहिए, तवस्स तविअस्स किं पसंसामो ? | किज्जइ जेण विणासो, निकाइयाणं पि कम्माणं ।। १० ।। अइदुक्करतवकारी, जगगुरुणा कण्हपुच्छिएण तया । वाहरिओ स महप्पा, समरिज्जओ ढंढणकुमारो ।। ११ ।।
ગૌ, બ્રાહ્મણ, ગર્ભ અને ગર્ભવતી બ્રાહ્મણી સ્ત્રી આ ચારેયની હત્યા વિગેરે મહા ઉગ્રપાપોને કર્યા હોવા છતાં દૃઢપ્રહારી તપના સેવન થી સુવર્ણની જેમ શુદ્ધ થયા.।।૬।। પૂર્વ જન્મમાં નંદિષેણ મહર્ષિએ જે તીવ્ર તપ કર્યો તેના પ્રભાવથી વસુદેવ થયેલા તે હજારો વિદ્યાધરીઓના પ્રિય-પતિ થયા. ।।૭ ||
૩૦
તીવ્ર તપ રુપી મંત્રના પ્રભાવથી હરિકેશીબલ ઋષિની જેમ કુળ અને જાતિથી હીન હોય તો પણ તેમનું દેવતાઓ પણ દાસપણું કરે છે. II૮।।
મુનિજનો જે એક પટ (વસ્ત્ર) વડે સેંકડો પટો (વસ્ત્રો) અને એક ઘટભાજન વડે હજારો ઘટ-ભાજનો કરે છે, તે નિશ્ચે તપરુપ કલ્પવૃક્ષનું જ ફળ છે. ।।૯।। જેનાથી નિકાચિત કર્મોનો પણ નાશ કરી શકાય છે, તે નિયાણા રહિત વિધિપૂર્વક કરેલા તપની અમે કેટલી પ્રશંસા કરીએ ? ।।૧૦।।
અઢાર હજાર મુનિઓમાં અતિ દુષ્કર તપ કરનાર કયા સાધુ છે ? એમ કૃષ્ણે પૂછ્યું ત્યારે જગદ્ગુરુ શ્રીનેમિપ્રભુએ જે મહાશયને વખાણ્યા તે ઢંઢણમુનિ (સદાય) સ્મરણીય છે. ।।૧૧ ||