________________
૭૩
મનોનિગ્રહભાવના કુલકમ્ दुग्गंध-असुइपुण्णो, बाहिं सव्वत्थ चित्तिओ करगो। पढेंसुअनूत्तणयं, दाउं पिहिओ अ पुप्फेहिं ।।३०।। दिट्ठो हरेइ चित्तं, गंधो असुईए सरइ तं च । मूढो वितं न गहिउं, कुणइ मणं किं पुण विवेगी ? ।।३१ ।। एवं चिअ नारीसु, वत्थालंकारभूसिअंगीसु । आवायमित्तरूवं, पिच्छिअतत्तं विभावेसु ।।३२।। असुईए अट्ठीणं, सोणिअकिमिजालपूइमंसाणं । नाम पि चिंतिअं खलु, कलमलयं जणइ हिअयंमि ।।३३।। पच्चक्खमिणं पिच्छह, वनिअमित्तं जइ न पत्तियह । इक्कारससोएहि, नीहरमाणं सयं चेव ।।३४।। इअ तत्तभावणगओ, सयावि मणनिग्गहं करेमाणो । पच्चक्खरखसीणं नारीण न गोअरो होसि ।।३५।।
સુંદર ચિત્રિત કરેલો, રેશમી વસ્ત્રથી ઢાંકેલો, ફુલની માળા પહેરાવેલો (એવો પણ) દુર્ગધ અને અશુચિથી ભરેલો ઘડો હોય-તે ઘડો જોતાં જ મનને હરી લે પણ તેની ગંધ અંતરને અકળાવે છે. મૂરખ માણસ પણ તેને લેવા તૈયાર થતો નથી તો પછી વિવેકી પુરુષનું તો પૂછવું જ શું ? T૩૦-૩૧
આ રીતે નર કે નારીનું વસ્ત્રો અને અલંકારોથી શોભતું શરીર ઉપરથી સુંદર દેખાય છે છતાં વાસ્તવિકતા શું છે ? અશુચિ લોહી કૃમિ-હાડ-માંસ આ બધાના નામ લેતાં ય સૂગ ચઢે છે (શરીર રૂપી ઘડામાં આ સિવાય બીજું છે પણ શું ?) T૩૨-૩૩
આટલું વર્ણન કર્યા છતાં પણ જો તને વિશ્વાસ ન થતો હોય તો તેના અગિયાર દ્વારોમાંથી શું શું વહે છે તે તું જાતે જ જોઇ લે. [૩૪ /
આ રીતે તત્વચિંતનથી જે પોતાના મનનો નિગ્રહ કરે છે તેને પ્રત્યક્ષ રાક્ષસી સમાન નારી (વાસના રુપી રાક્ષસી) કશું કરી શકતી નથી. રૂપા