________________
શ્રી કુલક સમુચ્ચયા मणमक्कडेण सुइरं, मह देहं ताविअं अहो बाद । ता कह अणिग्गहिउं, होहामि अहं सुही इत्थ ? ।।१२।। सिद्धिपुरीए सिद्धी, जाव फुडं तुज्झ होइ रे जीव ! ता मणराएण समं, मा विग्गहउवरमं कुणसु ।।१३।। अह विग्गहमि चत्ते, पत्ते निक्कंटगम्मि रज्जम्मि । एस तुह तं काही, सयावि जह दुक्खिओ होसि ।।१४।। जइ इंदजालिएणं काउं, मुट्ठीइ दंसिअंवत्थु । धरिउंजणेण मुट्ठी, दिटुं नटुंतयं वत्थू ।।१५।। तह वंचिअ मणवत्थू, संजममुट्ठीइ धारिअंकहवि । सुहभावलोअधरिओ, ही णटुं मंदपुण्णस्स ।।१६।। नहु अत्थि किंपि नूणं, चंचलमण्णं मणाउ भुवणम्मि । तं पुणं उवमामित्तं, पवणपडागाइ जं भणियं ।।१७।।
આ મનમર્કટે મારા શરીરને દીર્ઘકાળ સુધી અત્યંત પીડા આપી છે. તો આવા મનનો નિગ્રહ કર્યા વિના હું આ જગતમાં કેવી રીતે સુખી થઇશ ? T૧૨ા.
મનરાજાની સામે યુદ્ધ જાહેર કરી જ દીધું છે તો તે આત્માનું ! સિદ્ધિપુરી પર સંપૂર્ણ સ્વામિત્વ સ્થપાય નહીં ત્યાં સુધી યુધ્ધ વિરામ કરીશ નહીં. ૧૩
જો તું યુદ્ધનો ત્યાગ કરશે તો મનનું અડચણ વિનાનું રાજ્ય સ્થપાઇ જશે. તો આ મન તારી એવી હાલત કરશે કે જેથી તે હંમેશા દુઃખી રહીશ. II૧૪.
જાદુગર હવામાં હાથ વીંઝને એની મુઠ્ઠીમાં કોઇ વસ્તુ આવી જાય, એ બીજાના હાથમાં આપે, એની મુઠ્ઠીમાંથી જોત જોતામાં એ વસ્તુ અદ્રશ્ય બની જાય છે.
તેવી રીતે સાધક આત્મા સંયમરૂપી મુઠ્ઠીમાં મનને પકડી રાખે છે, પણ શુભમાંથી અશુભમાં એ ક્યારે પહોંચી જાય છે તે સાધકને ખબર પડતી નથી. II૧૫-૧૬
પવનથી ફર-ફર થતી ધજા વગેરે ઉપમાઓ મનને ભલે આપીએ પણ મન જેટલો ચપળ બીજો કોઇ પદાર્થ આ વિશ્વમાં નથી. II૧૭TI