________________
શ્રી કુલક સમુચ્ચય
१५) । इन्द्रियादिविकारनिरोध कुलकम् । रज्जाइभोगतिसिया, अट्टवसट्टा पडंति तिरिएसुं । जाईमएण मत्ता, किमिजाइंचेव पावंति ।।१।। कुलमत्ति सियालित्ते, उट्टाईजोणि जंति रुवमए । बलमत्ते वि पयंगा, बुद्धिमए कुक्कडा हुंति ।।२।। रिद्धिमए साणाई, सोहग्गमएण सप्पकागाई । नाणमएण बइल्ला, हवंति मय अट्ठ अइदुट्ठा ।।३।। कोहणसीला सीही, मायावी बगत्तणंमि वच्चंति । लोहिल्ल मूसगत्ते, एवं कसाएहिं भमडंति ।।४।। माणसदंडेणं पुण, तंदुलमच्छा हवंति मणदुट्ठा । सुयतित्तरलावाई, होउ वायाइ बझंति ।।५।।
રાજ્યાદિ ભોગોની તૃષ્ણાવાળા આર્તધ્યાનને વશ દુઃખી થઇ તિર્યંચમાં પડે છે અને જાતિમદ વડે મદોન્મત્ત થયેલા કૃમિની જાતિમાં જન્મ પામે છે. [૧]
કુલમદના કારણે શિયાળપણ અને રુપમદના કારણે ઉટ વિગેરેની યોનિમાં ઉત્પન્ન થાય છે બળમદ કરનારા પતંગિયા અને બુદ્ધિમદથી કુકડા થાય છે. ગરા
રિદ્ધિમદ કરીને કુતરા વિગેરે, સૌભાગ્યમદ કરીને સર્પ-કાગડા વિગેરે અને જ્ઞાનમદ કરીને બળદો થાય છે, એમ આઠે ય પ્રકારના મદો અતિદુષ્ટ છે. [૩]
ક્રોધી પ્રાણીઓ અગ્નિમાં ઉત્પન્ન થાય છે, માયાવી બગલાપણું અને લોભી ઉંદરપણું પામે છે, એ પ્રકારે કષાયો વડે જીવો દુર્ગતિઓમાં ભમે છે. II II
વળી દુષ્ટમનવાળા મનદંડ વડે તંદુલિયા મસ્યો થાય છે અને વચનદંડ વડે જીવો પોપટ, તેતર, લાવરી વિગેરે પક્ષીઓ થઇને બંધનમાં પડે છે. પII