________________
ઇન્દ્રિયાદિવિકારનિરોધ કુલકમ્
काएण महामच्छा, मंजारा(उ) हवंति तह कूरा । तं तं कुणंति कम्मं, जेण पुणो जंति नरएसु ।।६।। फासिंदियदोसेणं, वणसुयरत्तम्मि जंति जीवा वि । जीहालोलुय वग्घा, घाणवसा सप्पजाईसुं ।।७।। नयणिंदिए पयंगा, हुंति मया पुण सवणदोसेणं । एए पंच वि निहणं, वयंति पंचिंदिएहिं पुणो ।।८।। जत्थ य विसयविराओ, कसायचाओ गुणेसु अणुराओ। किरिआसु अप्पमाओ, सो धम्मो सिवसुहो लोए ।।९।।
કાયદંડવડે જીવો ક્રૂર એવા મોટા મલ્યો અને બિલાડાઓ થાય છે અને તે તે ભવોમાં પુનઃ પુનઃ મન, વચન અને કાયાથી તે તે કર્મો કરે છે, કે જેનાથી મરીને નારકીમાં જાય છે. I૬ //
સ્પર્શનેન્દ્રિયના દોષથી જીવો વનમાં ભંડપણે ઉત્પન્ન છે, જીહ્યા ઇન્દ્રિયમાં લોલુપી જીવો વાઘ તરીકે થાય છે અને ધ્રાણેન્દ્રિયને વશ પડવાથી સર્પની જાતિઓમાં ઉત્પન્ન થાય છે. પાછલા
ચક્ષુરિન્દ્રિયના દોષથી પતંગિયા અને શ્રોત્રેન્દ્રિયના દોષથી મૃગલાં થાય છે અને એ પાંચ પ્રકારના જીવો બીજા ભવોમાં પણ તે તે પાંચ ઇન્દ્રિયો વડે ફરીથી નાશ પામે છે. સાદા
માટે હે જીવ ! જે ધર્મમાં વિષયોથી વિરાગ, કષાયોનો ત્યાગ, ગુણોમાં પ્રીતિ અને ક્રિયાઓમાં અપ્રમાદીપણું હોય તે ધર્મ જ જગતમાં મોક્ષસુખ આપવાવળો છે. ૧૯ ??