________________
શ્રી કુલક સમુચ્ચય
श्री आत्मावबोध कुलकम्
(ર્તા : શ્રી નયશેવરસૂરિ)
धम्मप्पहारमणिज्जे, पणमित्तु जिणे महिंदनमणिज्जे । अप्पावबोहकुलयं, वुच्छं भवदुहकयपलयं ।। १ ।। अत्तावगमो नज्जइ, सयमेव गुणेहिं किं बहु भणसि ? | सूरुदओ लक्खिज्जइ, पहाइ न उ सवहनिवहेणं ॥ २ ।। મ-સમ-સમત્ત-મિત્તી-સંવેગ-વિવેગ-તિનિવે । एए पगूढ अप्पा-वबोहबीअस्स अंकुरा ।। ३ ।। जो जाणइ अप्पाणं, अप्पाणं सो सुहाणं न हु कामी । पत्तम्मि कप्परुक्खे, रुक्खे किं पत्थणा असणे ? । । ४ । ।
|१२
૪૮
ધર્મની પ્રભા વડે રમણીય અને મહેન્દ્રો વડે નમનીય એવા શ્રી જિનેન્દ્રોને પ્રણામ ક૨ી ભવદુ :ખનો પ્રલય કરનારું એવું આત્માવબોધ (અનુભવ) કુલક કહીશ. ||૧|| જેમ સૂર્યોદય સૂર્યની પ્રભાથી જણાય છે પ્રભા સિવાય ઘણા સોગન ખાવાથી પણ તે મનાતો નથી, તેમ આત્મબોધ સ્વયં આત્મગુણો વડે જ જણાય છે, (આત્મગુણ વિના) સંખ્યાબંધ સોગન ખાવાથી આત્મબોધ થતો નથી, માટે હે જીવ ! તું વધારે શા માટે બોલે છે ? ।।।।
મન-ઇન્દ્રિયોનું દમન, વિષય-કષાયનું શમન, સમ્યક્ત્વ, મૈત્રી, સંવેગ, વિવેક અને તીવ્ર નિર્વેદ, એ ગુપ્ત રહેલા આત્મજ્ઞાન રુપ બીજના સર્વ અંકુરા છે. ।।૩।। જે આત્માને જાણે છે, તે (સંયોગ વિયોગ ધર્મવાળા સંસારના) અલ્પસુખોનો કામી નથી હોતો, જેને કલ્પવૃક્ષ પ્રાપ્ત થયું હોય તે શું અસન (આહન)ના વૃક્ષની પ્રાર્થના કરે ? ||૪||