________________
શ્રી કુલક સમુચ્ચય
इत्तिअकालं हुतो, पमायनिद्दाइगलियचे अन्नो |
નફ નળિયોનિ સંપ, ગુરુવયળા તા (f) ન વેસ ।।૨૬।।
लोगपमाणोसि तुमं, नाणमओऽणंतवीरिओसि तुमं । नियरज्जठिइं चिंतसु, धम्मज्झाणासणासीणो ।। ३० ।।
को व मणो जुवराया, को वा रायाइ रज्जपब्धंसे । નફ પશિોસિ સંપરૂ, પરમેસર ! વિસ વેગનો (ચેસનું) ।।રૂ।। नाणमओ वि जडो विव, पहू वि चोरुव्व जत्थ जाओसि । ભવવુમ્મિ ∞િ તત્ત્વ, વસિ સાન્નીસિવનયરે ।।રૂ૨૫ जत्थ कसाया चोरा, महावया सावया सया घोरा । रोगा दुट्ठभुअंगा, आसासरिआ घणतरंगा ।। ३३।।
૫૪
આટલા કાળ સુધી તું પ્રમાદરુપ નિદ્રાથી ગલિત ચેતનાવાળો (જડ-અજ્ઞાન) હતો, પરન્તુ હવે જો તું સદ્ગુરુનાં વચનોથી જાગ્યો છે, તો પણ તારું સ્વરુપ તું કેમ જાણતો નથી ? ।।૨૯।।
તારું સ્વરુપ સાંભળ- હે આત્મન્ ! તું લોક પ્રમાણ છે (લોકાકાશના પ્રદેશો જેટલા અસંખ્યાતા પ્રદેશવાળો છે), જ્ઞાનમય છે અનંતવીર્ય (શક્તિ) વાન છે, માટે ધર્મ ધ્યાનરુપી આસને બેસી તારી આત્મ સામ્રાજ્યની સ્થિતિનો વિચાર કર ।।૩૦।। જો હમણાં તું જાગ્રત થયો છે તો તારી સામે તે મનરુપી યુવરાજ કોણ છે (શું ક૨વાનો છે) ? અથવા તને રાજ્યથી ભ્રષ્ટ કરવામાં કયો રાજા વિગેરે (સમર્થ) છે ? તારી ચેતનામાં (અનંત જ્ઞાનમાં) પ્રવેશ ક૨ ! તું પરમેશ્વર છે. (સર્વથી સમર્થ છે.) ।।૩૧।।
જ્ઞાનમય હોવા છતાં તું જડ જેવો થઇ ગયો છે, તું સ્વામી હોવા છતાં ચોર જેવો બની ગયો છે, મોક્ષનગર તને સ્વાધીન હોવા છતાં તું ભવ દુર્ગમાં (સંસારરુપી કેદખાનામાં) કેમ પુરાઇ રહ્યો છે ? ।।૩૨।।
ભવરુપ દુર્ગ કેવો છે ? જ્યાં ચોરરુપ ચાર કષાયો છે, સદા ભયંકર આપદાઓ રુપી શ્વાપદો-હિંસક જીવો રહે છે, જ્યાં રોગોરુપી દુષ્ટ સર્પો રહેલા છે અને ઘણા મોટા તરંગો (વિકલ્પો) વાળી આશારુપી મોટી નદી છે. ।।૩૩।।