________________
પ્રમાદપરિહાર કુલકમ્
१३) प्रमादपरिहार कुलकम् (आयसंबोह कुलयम्) । दुक्खे सुक्खे सया मोहे अमोहे जिणसासणं । तेसिं कयपणामोऽहं संबोहं अप्पणो करे ।।१।। दसहिं चुल्लगाइहिं दिळूतेहिं कयाइओ। સંસદંતા મવે સત્તા પાર્વાતિ મજુત્તi In૨ા. नरत्ते आरियं खित्तं खित्तेवि विउलं कुलं । कुलेवि उत्तमा जाई जाईए रूवसंपया ।।३।। रूवेवि हुअरोगत्तं अरोगे चिरजीवियं । हियाहियं चरित्ताणं जीविए खलु दुल्लहं ।।४।। सद्धम्मसवणं तंमि सवणे धारणं तहा । धारणे सद्दहाणं च सद्दहाणे वि संजमे ।।५।।
દુ:ખમાં ને સુખમાં, મોહમાં ને અમોહમાં, જેણે જિનશાસનને (સમ્યક્ પ્રકારના બોધને) સ્વીકાર્યું છે તેમને, કર્યો છે પ્રણામ જેણે એવો હું સંબોધ ને પોતાનો કરું છું (સ્વીકારું છું.) ||૧||
સંસારમાં પરિભ્રમણ કરતાં જીવો ચુલ્લકાદિ દશ દ્રષ્ટાંત વડે દુર્લભ એવા મનુષ્યપણાને ભાગ્યયોગે ક્યારેક જ પ્રાપ્ત કરે છે. રા/
મનુષ્ય પણું પામવા છતાં પણ આર્યક્ષેત્ર પામવું દુર્લભ છે, આર્યક્ષેત્ર પામ્યા છતાં પણ વિપુલ-વિસ્તીર્ણ શ્રેષ્ઠ કુળ પામવું દુર્લભ છે, ઉત્તમ કુળ પામ્યા છતાં પણ ઉત્તમ જાતિ પામવી દુર્લભ છે, ઉત્તમ જાતિ પામવા છતાં પણ સંપૂર્ણ રૂપ સંપત્તિ-પાંચ ઇંદ્રિય પામવી દુર્લભ છે, રુપ સંપત્તિ પામવા છતાં આરોગ્યની પ્રાપ્તિ દુર્લભ છે, આરોગ્ય પ્રાપ્ત થવા છતાં દીર્ઘ આયુષ્ય પામવું દુર્લભ છે. દીર્ધાયુ પ્રાપ્ત થવા છતાં પણ ચારિત્રથી થતા હિતાહિતને જાણવું દુર્લભ છે. [૩-૪ /
તે તમામ પ્રાપ્ત થવા છતાં પણ ધર્મનું શ્રવણ દુર્લભ છે. ધર્મશ્રવણ કરવા છતાં તેને ધારણ કરી રાખવું દુર્લભ છે અને ધારણા રાખવા છતાં તેના પરની શ્રદ્ધા દુર્લભ છે, પ્રાપ્ત થવા છતાં પણ સંયમની પ્રાપ્તિ દુર્લભ છે. ||પના