________________
૫૫
શ્રી આત્માવબોધ કુલકમ્ चिंताडवी सकट्ठा, बहुलतमा सुंदरी दरी दिट्ठा । खाणी गई अणेगा, सिहराइं अट्ठमयभेआ ।।३४।। रयणिअरो मिच्छत्तं, मणदुक्कडओ सिला ममत्तं च । तं भिंदसु भवसेलं, झाणासणिणा जिअ ! सहेलं ।।३५।। जत्थत्थि आयनाणं, नाणं वियाण सिद्धिसुहयं तं । सेसं बहुं वि अहियं, जाणसु आजीविआमित्तं ।।३६।। सुबहु अहिअंजह जह, तह तह गव्वेण पूरिअं चित्तं । हिअ अप्पबोहरहिअस्स, ओसहाउ उढिओ वाही ।।३७।। अप्पाणमबोहंता, परं विबोहंति केइ ते विजडा । भण परियणम्मि छुहिए, सत्तागारेण किं कज्जं ।।३८ ।।
વળી-જ્યાં ચારે દિશામાં ચિંતાપ અટવી છે, જ્યાં ઘણા જ અંધકારવાળી ગુફાના જેવી સ્ત્રી રહે છે, ત્યારે ગતિરુપ અનેક ખીણો છે, આઠ મદરુપી જ્યાં આઠ શિખરો છે, જ્યાં મિથ્યાત્વરૂપી રાક્ષસ રહે છે, જ્યાં મનના પાપથી ઉત્પન્ન થયેલ મમત્વરુપી શિલાઓ છે, તે સંસારરુપી કઠીન-દુર્ગમ પર્વતને ધ્યાનરુપી વજ વડે લીલામાત્રમાં હે જીવ ! તું ભેદી નાખ. T૩૪-૩૫ા
સાચું જ્ઞાન ક્યું ? જે વિરતિધરોનું આત્મજ્ઞાન છે, તે જ જ્ઞાન સિદ્ધિ સુખને આપનારું છે અને તે સિવાયનું બીજું ઘણું પણ કાં તો તે અહિત કરશે અને કાં તો આજીવિકા માત્ર છે એમ જાણ. /૩૬
જેમ જેમ ઘણું ભણ્યા, તેમ તેમ ગર્વથી ચિત્ત પૂરાયું. ખરેખર ! ભણવા છતાં તેમાંથી જેને આત્મબોધ ન મળ્યો તેને બહુ ભણતરરૂપી ઔષધથી કર્મરોગ નાશ થવાને બદલે ગર્વપી રોગ ઉત્પન્ન થયો /૩૭TT
પોતાના આત્માને બોધ કર્યા વગર કેટલાક બીજાને બોધ કરે છે, તેઓ પણ ખરેખરા જડ (મૂM) છે. તું કહે તો ખરો કે-એક બાજુ પોતાનો પરિવાર ભૂખ્યો છે, છતાં બીજાને માટે દાનશાળા માંડવાનું શું પ્રયોજન છે ? ૩૮