________________
શ્રી આત્માવબોધ કુલકર્
૫૧
जीव ! सयं चिअ निम्मिअ-तणुधणरमणीकुडुंबनेहेणं । મેદ્દે વ વિનાહો, છાક઼ન્નત્તિ તેગવંતો વિ ।।ĪT जं वाहिवालवेसानराण तुह वेरिआण साहीणे । વેઢે તત્ત્વ મમાં, નિત્ર ! ળમાળો વિર્તિ નહસિ ? ।।o વી છે
वरभत्तपाणण्हाणय-सिंगारविलेवणेहिं पुट्ठो वि । निअपहुणो विहडतो, सुणएण वि न सरिसो देहो ।।१७।। कट्ठाइ कडुअ बहुहा, जं धणमावज्जिअं तए जीव ! કાફ તુ વાડ, તે અંતે હિગમહિં ।।૮।।
जह जह अन्नाणवसा, धणधन्नपरिग्गहं बहुं कुणसि । तह तह लहुं निमज्जसि, भवे भवे भारिअतरि व्व । । १९ । ।
જેમ તેજસ્વી સૂર્ય પણ મેઘ વડે આચ્છાદિત થાય છે તેમ હે જીવ ! તું લોકાલોકપ્રકાશક એવા જ્ઞાનપ્રકાશથી તેજસ્વી સૂર્ય સમાન છે, છતાં તેં તારી પોતાની મેળે જ ઉત્પન્ન કરેલાં શરીર, ધન, સ્ત્રી અને કુટુંબના સ્નેહથી તું આચ્છાદિત થયો છે. ।।૧૫।।
આ દેહ વ્યાધિ, સર્પ અને અગ્નિ વગેરે (બાહ્ય અત્યંતર) શત્રુઓને સ્વાધીન છે, તે દેહ ઉપર મમત્વ કરવાથી હે જીવ ! તને શું ફાયદો થાય છે ? ।।૧૬।।
ઉત્તમ ભોજન, સ્વાદિષ્ટ પીણાં, સ્નાન, શૃંગાર અને વિલેપનાદિથી પોષણ (પુષ્ટિ) કરવા છતાં, પોતાના માલિકને છોડી દેનાર કૃતઘ્ન આ દેહ શ્વાન જેટલો પણ કૃતજ્ઞ નથી. ।।૧૭ ||
હે જીવ ! ઘણા પ્રકારે ભૂખ, તૃષા, મુસાફરી વગેરેના અણગમતાં કષ્ટો સહન કરી તેં જે ધન ઉપાર્જન કર્યું, તે ધને પણ તને મૂર્છા પેદા કરીને કષ્ટ જ આપ્યું અને મૃત્યુ બાદ તેને બીજાએ ગ્રહણ કર્યું. ।।૧૮।
હે જીવ ! જેમ જેમ તું અજ્ઞાનને વશ થઇ ધનધાન્યાદિ પરિગ્રહ ઘણો એકઠો કરે છે, તેમ તેમ પ્રમાણથી અધિક ભાર ભરેલા નાવની માફક તું ભવોભવ સંસારસમુદ્રમાં જલ્દી ડૂબે છે. ||૧૯ ||